IPL 2025 બાદ હવે બિગ બેશ 2025ની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ લીગમાં દુનિયાના ઘણાં સ્ટાર ભાગ લેશે. પરંતુ બિગ બેશ માટે વિરાટ કોહલીના મિત્રએ પણ નોમિનેશન ભર્યું છે. તે ઓસ્ટ્રેલિયામાં થનારી આ લીગમાં જોવા મળી શકે છે.
વિરાટ કોહલીનો મિત્ર ઓસ્ટ્રેલિયામાં ધૂમ મચાવવા માટે તૈયાર
વિરાટ કોહલી સાથે વર્ષ 2008માં અંડર 19 વર્લ્ડકપમાં રમનાર સિદ્ધાર્થ કૌલે ઓસ્ટ્રેલિયામાં થનારી બિગ બેશ લીગમાં પોતાનું નામ ડ્રાફ્ટ કર્યું છે. તે બિગ બેશમાં નોમિનેશન કરનાર પહેલો ભારતીય ખેલાડી છે. સિદ્ધાર્છ કૌલે ગયા વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. આ સિવાય તે IPL 2025માં પણ જોવા મળ્યો નથી. પરંતુ હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે તે કઈ ટીમનો ભાગ બને છે.
IPLમાં સિદ્ધાર્થ કૌલે મચાવી છે ધૂમ
સિદ્ધાર્થ કૌલ આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી ધૂમ મચાવી ચૂક્યો છે, તેને અત્યાર સુધી રમેલી 55 મેચમાં 29.24ની એવરેજથી 58 વિકેટ લીધી છે. છેલ્લી વખત સિદ્ધાર્થ કૌલ આરસીબી માટે IPL 2022માં રમ્યો હતો. પરંતુ આ દરમિયાન તેને એક જ મેચ રમવાનો મોકો મળ્યો હતો. તેને એક પણ વિકેટ લીધી ન હતી. આઈપીએલ 2018 તેના માટે યાદગાર રહી છે. તેને 17 મેચમાં 21 બેટ્સમેનને પોતાનો શિકાર બનાવ્યા હતા.
સિદ્ધાર્થ કૌલનું ઈન્ટરનેશનલ કરિયર
સિદ્ધાર્થ કૌલે ભારત માટે 3 વનડેમાં મેચમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સમય દરમિયાન તેને કોઈ પણ વિકેટ લીધી ન હતી. તેને 3 T20માં 4 વિકેટ લીધી હતી. સિદ્ધાર્થ કૌલે છેલ્લે હરિયાણા માટે વ્યાવસાયિક ક્રિકેટ રમ્યું હતું.
BBLમાં મહિલા ક્રિકેટરોની સંખ્યા વધી રહી છે
વિમેન્સ પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમનારી અને આ વર્ષની શરૂઆતમાં ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનારી કનિકા આહુજા 15 ભારતીય મહિલા ખેલાડીઓમાં સામેલ છે. અન્ય ભારતીય મહિલા ખેલાડીઓમાં જેમીમાહ રોડ્રિગ્સ, શિખા પાંડે, રાધા યાદવ અને યાસ્તિકા ભાટિયાનો સમાવેશ થાય છે, જેઓ અગાઉ WBBLમાં રમી ચૂકી છે. આ લિસ્ટમાં એસ મેઘના, અરુંધતી રેડ્ડી, પ્રતીક રાવલ, અંડર-19 T20 વર્લ્ડકપ વિજેતા કેપ્ટન નિકી પ્રસાદ, ઉમા છેત્રી, કાશ્વી ગૌતમ, પ્રિયા મિશ્રા અને કેટલાક અન્ય ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.













