આઈપીએલ 2025માં ધૂમ મચાવનાર 14 વર્ષના વૈભવ સૂર્યવંશીની ઉંમરને લઈને ઘણાં સવાલો ઉભા થઈ રહ્યા છે. વૈભવ સૂર્યવંશી પર ઘણી વાર ઉંમરને લઈને છેતરપિંડી કરવાનો આરોપ લાગી રહ્યો છે.
જે બાદ BCCIએ વધુ ઉંમરના ખેલાડીઓને પકડવા માટે એક નવો નિયમ બનાવતાં જુનિયપ લેવલ પર વધુ એક બોન ટેસ્ટ કરવવાનો નિર્ણય લીધો છે.
જાણો શું છે BCCIના નવા નિયમો
અત્યારના નિયમો મુજબ હાલમાં ખેલાડીઓને બોન ટેસ્ટ કરવવો પડે છે તેના પછી તે જ ઉંમર વર્ગમાં આગામી સિઝન માટે તેમની પાત્રતા નક્કી કરવા માટે 1 કારણ એડ કરવામાં આવે છે. હવે નવા નિયમ મુજબ, અંડર-16 ખેલાડીઓએ આગામી સિઝન માટે ફરી એકવાર બોન ટેસ્ટ કરાવવાની જરૂર પડશે.
આને લઈને BCCI ના એક સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે ખેલાડીઓની ચોક્કસ ઉંમર જાણવા માટે આ કરવામાં આવી રહ્યું છે. આગામી સિઝન માટે, ખેલાડીઓની ઉંમર 16 વર્ષ 4 મહિના કે તેથી ઓછી હોવી જોઈએ.
વૈભવ સૂર્યવંશીના પિતાએ આપ્યો જવાબ
વૈભવ સૂર્યવંશીની ઉંમર પર ઉભા થઈ રહેલા સવાલનો જવાબ આપતાં તેના પિતા સંજીવ સૂર્યવંશીએ મીડિયાને જણાવ્યું હતું કે 'જ્યારે વૈભવ સાઢા આઠ વર્ષનો હતો, ત્યારે તેને પહેલી વાર બીસીસીઆઈ નો બોન ટેસ્ટ કરાવ્યો હતો.' આ પહેલા જ ભારતની અંડર-19 ટીમ માટે રમી ચૂક્યો છે. અમને કોઈ વાતનો ડર નથી. તે ફરી વય પરીક્ષામાંથી પસાર થઈ શકે છે.
IPL 2025 મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે વૈભવ સૂર્યવંશીએ 1.1 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને પોતાની પહેલી સીઝનમાં તેને શાનદાર પ્રદર્શન કર્યું. સીઝન 18ની શરુઆતની મેચમાં વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી, પરંતુ જ્યારે તેને મોકો મળ્યો ત્યારે તેને સાબિત કરી દીધું કે ટીમને તેની કેટલી જરૂર છે. આ સીઝનમાં તેને ધમાકેદાર બેટિંગ કરતાં સદી પણ ફટકારી હતી. વૈભવ આઈપીએલ 2025માં 7 મેચ રમ્યો હતો, આ દરમિયાન તેને 252 રન બનાવ્યા હતા.