ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝની શરુઆત 3 દિવસમાં થવાની છે. આ પહેલા તમમા ભારતીય ખેલાડીઓ હેડિંગ્લે ટેસ્ટ મેચની જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે.


ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ સાથે કિંગ કોહલીએ ખાનગી મુલાકાત કરી છે. જ્યારે રન મશીનના નામથી ફેમસ કિંગ કોહલીએ કેપ્ટન અને વાઈસ કેપ્ટન સહિત કેટલાક ભારતીય ખેલાડીઓને પોતાના લંડનવાળા ઘરે બોલાવ્યા હતા.

વિરાટ કોહલીની ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત

મીડિયા રિપોર્ટ મુજબ ગયા મહિને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર વિરાટ કોહલીએ પોતાના લંડનવાળા ઘરે કેટલાક ભારતીય ખેલાડીઓને બોલાવ્યા હતા. તેમાં કેપ્ટન શુભમન ગિલ, વાઈસ કેપ્ટન રિષભ પંત, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સાથે અન્ય કેટલાક ભારતીય ખેલાડીઓ હાજર રહ્યા હતા.


એક બેટ્સમેન તરીકે વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડમાં સફળતા અને નિષ્ફળતા બંને જોઈ છે, આવામાં તે ભારતીય ખેલાડીઓને સૌથી સારી ટિપ્સ આપી શકે છે. એક કેપ્ટન તરીકે વિરાટ કોહલીનો રેકોર્ડ ઈંગ્લેન્ડમાં ઠીક-ઠાક રહ્યો છે. પરંતિ શુભમન ગિલ અને રિષભ પંત સાથે વિરાટ કોહલીની આ મુલાકાત કેટલીક ટિપ્સ આપશે.

18 વર્ષના દુષ્કાળ પૂર્ણ કરવા માગશે ટીમ ઈન્ડિયા

ઈંગ્લેન્ડને તેની ધરતી પર ટીમ ઈન્ડિયાએ છેલ્લે 2007માં ટેસ્ટ સિરીઝ હરાવી હતી. આ સમયે રાહુલ દ્રવિડ ભારતીય ટીમનો કેપ્ટન હતો. હવે શુભમન ગિલની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા 18 વર્ષનો દુષ્કાળ પૂર્ણ કરવા માગશે. જે કામ એક કેપ્ટન તરીકે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોની ન કરી શક્યા, તે શુભમન ગિલ કરીને ટીમ ઈન્ડિયા અને પોતાને એક સારી સ્થિતિમાં લાવવા માગશે. એક બેટ્સમેન અને કેપ્ટન તરીકે શુભમન ગિલ પર કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે. સિરીઝ જીતીને શુભમન ગિલ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપવા માગશે.


  • Follow us on: