ICCએ મહિલા વનડે રેન્કિંગ જાહેર કરી છે. જેમાં ભારતીય ટીમની વાઈસ કેપ્ટન અને સુપરસ્ટાર ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાના રેન્કિંગમાં ટોપ પર પહોંચી છે, જ્યારે સ્ટાર ખેલાડી દિપ્તી શર્માને ઝટકો લાગ્યો છે.


સાઉથ આફ્રિકાની અનુભવી ખેલાડી લૌરા વોલ્વાર્ડટને પણ લેટેસ્ટ રેન્કિંગમાં નુકસાન સહન કરવું પડ્યું છે. નેટ સાયવર બ્રન્ટને પણ આ નવા રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.

સ્મૃતિ મંધાનાને વનડે રેન્કિંગમાં થયો ફાયદો

ભારતીય ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાનાએ હવે વનડે રેન્કિંગમાં નંબર 1 પર પહોંચી ગઈ છે. આ પહેલા તે નંબર 2 પર હતી. લૌરા વોલ્વાર્ડટ પહેલા નંબર 1 પર હતી, હવે તે નંબર 3 પણ આવી ગઈ છે. ઈંગ્લેન્ડની નેટ સાયવર બ્રન્ટ નંબર 2 પર પહોંચી ગઈ છે. આ પહેલા તે નંબર 3 પર હતી. એક સ્થાનના નુકસાન સાથે દિપ્તી શર્મા હવે નંબર 33 પર નજર જોવા મળી રહ્યો છે. બેટર રેન્કિંગમાં નંબર 41 પર ઋચા ઘોષ છે.


ઓલરાઉન્ડરની રેન્કિંગમાં નથી થયો ફેરફાર

ઓલરાઉન્ડર રેન્કિંગ પર નજર કરીયે તો આ ટોપ 10 કોઈ ખાસ બદલાવ થયો નથી. ત્યારે જ બોલિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાની કિમ ગર્થ નંબર 5 પર જોવા મળી રહી છે, જ્યારે નંબર 6 પર ઓસ્ટ્રેલિયાની એલાના કિંગ છે. નંબર 7 પર ઈંગ્લેન્ડની કેટ ક્રોસ જોવા મળી રહી છે.

બોલિંગના ટોપ 10 રેન્કિંગ લિસ્ટમાં કોઈ પણ ભારતીય ખેલાડી જોવા મળી રહી નથી. નંબર 24 પર રેણુકા સિંહ છે, જે હાલમાં ભારતીય ટોપ રેન્કિંગ બોલર છે. ઈંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન ટોપ પર જોવા મળી રહી છે.

  • Follow us on: