રિંકુ સિંહની ભાવિ દુલ્હન અને સપા સાંસદ પ્રિયા સરોજ હાલમાં ચર્ચામાં છે. પ્રિયા સરોજે તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન રિંકુ સિંહ સાથે સગાઈ કરી હતી. ત્યારથી બંને ચર્ચામાં છે.


પ્રિયા સરોજ તાજેતરમાં જ ક્રિકેટ સ્ટેડિયમમાં બેટ પકડીને જોવા મળી હતી. સાંસદ પ્રિયા સરોજે સલવાર સૂટ પહેરીને બોલનો સારી રીતે સામનો કર્યો હતો અને ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. તે ક્રિકેટનો આનંદ માણતી જોવા મળી હતી. પ્રિયા સરોજનો આ વીડિયો કેમેરામાં કેપ્ચર થયો હતો જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ક્રિકેટ ટુર્નામેન્ટનું કર્યું ઉદ્ઘાટન

તમને જણાવી દઈએ કે પ્રિયા સરોજ વારાણસીના શિવપુર મિની સ્ટેડિયમમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવા ગઈ હતી. તે આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે પહોંચી હતી. આ દરમિયાન તેને પોતે બેટ લઈને મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. તેને આક્રમક બેટિંગ કરી.


પ્રિયાની આ સ્ટાઈલ લોકોને ખૂબ ગમી. પ્રિયા સરોજનો ક્રિકેટ રમવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પહેલો બોલ ચૂકી ગઈ અને બીજા બોલ પર શાનદાર શોટ મારીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી.

18 નવેમ્બરે થશે લગ્ન

તમને જણાવી દઈએ કે પ્રિયા સરોજ મછલીશહરથી સાંસદ છે. લખનૌમાં બંનેની સગાઈમાં ક્રિકેટ જગતથી લઈને રાજકારણ સુધીની મોટી હસ્તીઓ હાજર રહી હતી. 3 વર્ષથી બંને એકબીજાને ઓળખે છે. મળતી માહિતી મુજબ, રિંકુ સિંહ અને પ્રિયા સરોજનો પરિચય એક મિત્ર દ્વારા કરાવવામાં આવ્યો હતો. બંને આ વર્ષે 18 નવેમ્બરે વારાણસીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

રિંકુ સિંહનું કરિયર

T20 ફોર્મેટમાં રિંકુનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેને ભારત માટે અત્યાર સુધીમાં 30 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 46 થી વધુની એવરેજથી કુલ 507 રન બનાવ્યા છે, અને તેનો સ્ટ્રાઈક રેટ 160 થી વધુ રહ્યો છે - જે તેની આક્રમક બેટિંગ સ્ટાઈલને દર્શાવે છે. આ સિવાય રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 2 વનડે મેચ પણ રમી છે.


  • Follow us on: