ભારતીય ટીમ 20 જૂનથી ઈંગ્લેન્ડ પ્રવાસ શરૂ કરશે, જેની બધા ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પાંચ મેચની આ ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સના મેદાન પર રમાશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ બાદ ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં કેવું પ્રદર્શન કરશે તેના પર બધાની નજર રહેશે.


ભારતીય ટીમના યુવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ પર આ ટેસ્ટ સિરીઝ દરમિયાન મોટી જવાબદારી રહેશે. શુભમન ગિલે લીડ્સ ટેસ્ટ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો છે કે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર જતા પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને સાથે વાત કરી હતી.

રોહિત અને કોહલીએ બંનેએ ઈંગ્લેન્ડમાં પોતાના અનુભવ કર્યા શેર

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 20 જૂને લીડ્સ ખાતે રમવાની છે. આ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શુભમન ગિલે એક સવાલના જવાબમાં કહ્યું કે IPL 2025 સીઝન દરમિયાન, મારી રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને સાથે આ પ્રવાસ વિશે વાતચીત થઈ હતી, જેમાં કોહલી અને રોહિતે પોતાના અનુભવો શેર કર્યા હતા. આ સિરીઝ દરમિયાન મારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.


નંબર 4ની પોઝીશન પર રમવાને લઈને આપ્યો આ જવાબ

વિરાટ કોહલીના ટેસ્ટ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ બાદ ફેન્સની નજર ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર પર પણ હતી, જેના કારણે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન શુભમન ગિલ નંબર-4 પોઝિશન પર રમતા જોવા મળશે.

આને લઈને શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એમ પણ કહ્યું હતું કે વિરાટ ભાઈએ સંન્યાસની જાહેરાત કર્યા પછી મારી અને હેડ કોચ વચ્ચે ચોથા નંબર પર બેટિંગ કરવા અંગે ચર્ચા થઈ હતી, ત્યારબાદ હું આ પોઝિશન પર રમતો જોવા મળીશ.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન

બેન સ્ટોક (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ, શોએબ બસીર.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ/હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

  • Follow us on: