જ્યારે વિરાટ કોહલી મેદાન પર હોય છે, ત્યારે તે સંપૂર્ણપણે પોતાની જાતને ટીમ માટે સમર્પિત કરે છે. બેટિંગ કરતી વખતે તે એક-એક રન લેવા માટેનો પ્રયત્ન કરે છે, ફિલ્ડિંગ કરતી વખતે તે દરેક રનને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ જો વિરાટ ભૂલ કરે છે તો તે પોતાની જાતથી નાખુશ જોવા મળે છે. ઈન્દોરના મેદાન પર ફરી એકવાર આવું જ દ્રશ્ય જોવા મળ્યું.
વિરાટ કોહલીને કેમ આવ્યો પોતાના પર ગુસ્સો?
ત્રીજી વનડેમાં ટોસ જીત્યા બાદ કેપ્ટન શુભમન ગિલે કિવી ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. અર્શદીપ અને હર્ષિત રાણાએ બોલિંગ દ્વારા ભારત માટે મજબૂત શરૂઆત કરી, પરંતુ ડેરિલ મિચેલ ફરી એકવાર ક્રીઝ પર મજબૂત રીતે ઉભો રહ્યો. તેને સતત બીજી મેચમાં સદી ફટકારી છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં વિરાટ કોહલી પોતાનાથી નારાજ દેખાય છે.
વીડિયોમાં વિરાટ બોલ પકડવા માટે ઝડપથી દોડતો જોઈ શકાય છે. પરંતુ બોલને ઝડપથી ફેંકવાના પ્રયાસમાં તે 2 કે 3 પ્રયાસો છતાં તેને પકડી શકતો નથી. કિંગ કોહલી તેના પ્રયાસોથી ખૂબ નાખુશ દેખાય છે અને ગુસ્સામાં બોલને લાત મારવાનો પણ પ્રયાસ કરે છે.
https://twitter.com/Mostlykohli/status/2012819141808263416
ટીમ ઈન્ડિયાની નબળાઈ ફરી એકવાર સામે આવી
ત્રીજી વનડેમાં ટીમની શરૂઆત મજબૂત રહી, અર્શદીપે પહેલી જ ઓવરમાં હેનરી નિકોલ્સને આઉટ કર્યો, જ્યારે હર્ષિત રાણાએ બીજી ઓવરમાં ડેવોન કોનવેને આઉટ કર્યો. 30 રન બનાવ્યા બાદ હર્ષિતે વિલ યંગને પણ આઉટ કર્યો. 13 ઓવરમાં 3 વિકેટ લીધા બાદ ભારતીય બોલરો ફરી એકવાર વચ્ચેની ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ ગયા.
પહેલી અને બીજી વનડેની જેમ ત્રીજી મેચમાં પણ ભારતીય બોલરોને વચ્ચેની ઓવરોમાં વિકેટ માટે સંઘર્ષ કરવો પડ્યો. ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની જોડીએ યજમાન ટીમ પર ભારે અસર કરી.
આ પણ વાંચો: Team India સામે ODIમાં ન્યુઝીલેન્ડે પહેલીવાર હાંસલ કરી આ સિદ્ધિ, મિચેલ-ફિલિપ્સે સાથે મળીને રચ્યો ઈતિહાસ