ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સિરીઝની ત્રીજી મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરી રહેલા કિવી ટીમની શરૂઆત ખરાબ રહી. બંને ઓપનર ફક્ત 5 રન બનાવીને આઉટ થઈ ગયા. આ સિરીઝમાં કિવી ઓપનર ડેવોન કોનવે ત્રણેય મેચમાં નિષ્ફળ ગયો.
ત્રણેય મેચમાં ડેવોન કોનવેને હર્ષિત રાણાએ કર્યો આઉટ
ડેવોન કોનવેની વાત કરીએ તો, તે આ સિરીઝમાં 3 મેચ રમ્યો હતો અને હર્ષિત રાણાએ ત્રણેય વખત તેની વિકેટ લીધી હતી. એવું લાગે છે કે હર્ષિત રાણા ડેવોન કોનવે માટે મુશ્કેલી બની રહ્યો છે. ડેવોન કોનવેએ અત્યાર સુધી 3 ઈનિંગમાં 23 બોલનો સામનો કર્યો છે અને 18 રન બનાવ્યા છે. કોનવેની તેની સામે એવરેજ ફક્ત 6 છે. સિરીઝની અંતિમ મેચમાં પણ હર્ષિત રાણાએ તેને સ્લિપમાં સરળતાથી કેચ કરાવી દીધો હતો.
ડેવોન કોનવે છેલ્લી મેચમાં રહ્યો ફ્લોપ
ડેવોન કોનવેએ આ સિરીઝમાં 3 મેચ રમી, જેમાં 3 ઈનિંગમાં 25.66ની એવરેજથી 77 રન બનાવ્યા. તેણે પહેલી મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ બાકીની 2 ઈનિંગમાં તે નિષ્ફળ રહ્યો. પહેલી મેચમાં કોનવેએ 67 બોલમાં 56 રન બનાવ્યા. બીજી મેચમાં તેને 21 બોલમાં 16 રન બનાવ્યા. અંતિમ મેચમાં તે 5 રન બનાવીને આઉટ થયો. પરિણામે આ સિરીઝ કોનવે માટે ખાસ યાદગાર ન રહી.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કરવામાં આવ્યો એક ફેરફાર
ત્રીજી વનડેની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ તેમની પ્લેઈંગ ઈલેવનમાં એક ફેરફાર કર્યો છે. આ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ અર્શદીપ સિંહે બોલિંગ કરી છે. કેપ્ટનનો આ નિર્ણય સાચો સાબિત થયો છે. અર્શદીપ સિંહે ઈનિંગની પહેલી જ ઓવરમાં હેનરી નિકોલ્સને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને પહેલી સફળતા અપાવી. ત્યારબાદ તેને ગ્લેન ફિલિપ અને ઝેકરીન ફાઉલ્ક્સને પણ આઉટ કર્યા છે.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન
ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, વિલ યંગ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિશેલ હે (વિકેટકીપર), માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ઝેકરીન ફાઉલ્ક્સ, કાયલ જેમીસન, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેડેન લેનોક્સ
ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.
આ પણ વાંચો: Ind Vs NZ: ભારતીય ધરતી પર આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો ન્યુઝીલેન્ડનો ખેલાડી