ન્યુઝીલેન્ડ અને ટીમ ઈન્ડિયા વચ્ચે આજે ઈન્દોરમાં ત્રીજી અને અંતિમ વનડે રમાઈ રહી છે. અડધી ટીમ પણ નાગપુર પહોંચી ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ બાદ ટીમ ઈન્ડિયા પાંચ મેચની T20 સિરીઝ રમશે, જે 21 જાન્યુઆરીથી નાગપુરમાં શરૂ થશે. T20 વર્લ્ડકપ 2026 પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી સિરીઝ હશે. મેચ માટે હવે બધા ખેલાડીઓ નાગપુર પહોંચી ગયા છે.
ટીમ ઈન્ડિયાના T20 ટીમના ખેલાડીઓ નાગપુર પહોંચ્યા
ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓ હવે નાગપુર આવવા લાગ્યા છે. પરંતુ કેટલાક હજુ પણ ઈન્દોરમાં ત્રીજી ODI રમી રહ્યા છે. પરંતુ હાલમાં ODI ટીમમાં બહુ ઓછા T20 ખેલાડીઓ છે, જેમાં શ્રેયસ ઐયર, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. અન્ય તમામ ખેલાડીઓ 17 જાન્યુઆરીએ નાગપુર પહોંચ્યા હતા.
આજથી બધા ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ શરૂ કરી શકે છે. T20 વર્લ્ડકપ 2026ને ધ્યાનમાં રાખીને આ સિરીઝ મહત્વપૂર્ણ રહેશે. તેથી બધા ખેલાડીઓ આ સિરીઝમાં તેમના ફોર્મમાં પરત મેળવવા માગશે, જેથી તેઓ ICCની મેગા ટુર્નામેન્ટમાં આગળ વધી શકે.
https://twitter.com/ANI/status/2012573762169037178
T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની અપડેટેડ ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ ઐયર (પહેલી ત્રણ મેચો માટે), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રિંકુ સિંહ, જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશાન, રવિ બિશ્નોઈ.
T20 સિરીઝનું સંપૂર્ણ શેડ્યુલ
21 જાન્યુઆરી - પહેલી મેચ - વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, નાગપુર - સાંજે 7:00 PM
23 જાન્યુઆરી - બીજી મેચ - શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, રાયપુર - સાંજે 7:00 PM
25 જાન્યુઆરી - ત્રીજી મેચ - બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી - સાંજે 7:00 PM
28 જાન્યુઆરી - ચોથી મેચ - ડો. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ - સાંજે 7:00 PM
31 જાન્યુઆરી - પાંચમમી મેચ - ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ - સાંજે 7:00 PM
આ પણ વાંચો: Team Indiaએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે એકસાથે 2 ટીમોની કરી જાહેરાત, 7 વર્ષ પછી ખેલાડીની ફરી એન્ટ્રી