ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને BCCIએ એક મોટી જાહેરાત કરી છે. BCCIએ આ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ફેબ્રુઆરીમાં શરૂ થશે.
ટીમ ઈન્ડિયા આ પ્રવાસમાં ODI અને T20I સિરીઝ રમશે. હરમનપ્રીત કૌર બંને ફોર્મેટમાં તાજેતરમાં જ વિશ્વ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરશે. ટીમ ઓસ્ટ્રેલિયા સામે વ્હાઈટ બોલ ક્રિકેટમાં તેમની પહેલી સિરીઝ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે.
આ ખેલાડીઓને મળી તક
ગયા વર્ષે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમમાં ત્રણ નવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વૈષ્ણવી શર્મા, જી. કમલિની અને કાશ્વી ગૌતમનો ટીમમાં સામેલ કરવામાં આવી છે. આ પ્રવાસ માટે ઉમા છેત્રી, યાસ્તિકા ભાટિયા અને પ્રતિકા રાવલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
https://twitter.com/BCCIWomen/status/2012557213680718240
T20 ટીમમાં 2 ફેરફાર
શ્રીલંકા સામેની છેલ્લી સિરીઝમાંથી T20I ટીમમાં ફક્ત 2 ફેરફાર કરવામાં આવ્યા છે. ઈજામાંથી સ્વસ્થ થયેલી શ્રેયંકા પાટિલની હરલીન દેઓલના સ્થાને ટીમમાં વાપસી થઈ છે. ભારતી ફુલમાલીનો પણ T20I ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ફુલમાલીએ છેલ્લે 2019 માં ભારત માટે T20I મેચ રમી હતી અને હવે લગભગ 7 વર્ષના લાંબા ગાળા પછી ટીમમાં વાપસી થઈ છે.
કાશ્વી ગૌતમનું ODI ટીમમાં વાપસી ખાસ માનવામાં આવે છે. તેને ફક્ત ODI ટીમમાં જ સામેલ કરવામાં આવી છે. હરલીન દેઓલને ODI ટીમમાં સામેલ કરવામાં આવી છે અને T20I ટીમમાંથી બહાર રાખવામાં આવી છે.
ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શેડ્યુલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની T20I સિરીઝ 15 ફેબ્રુઆરીથી સિડનીમાં શરૂ થશે. ત્યારબાદ 24 ફેબ્રુઆરીથી ODI સિરીઝ શરૂ થશે. બંને સિરીઝમાં 3-3 મેચ રમાશે.
T20I માટે ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, રેણુકા ઠાકુર, શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી કમલિની (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, અમનજોત કૌર, જેમીમા રોડ્રિગ્સ, ભારતી ફુલમાલી, શ્રેયંકા પાટિલ.
ODI માટે ટીમ ઈન્ડિયા
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, રેણુકા ઠાકુર, શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, સ્નેહ રાણા, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી કમલિની(વિકેટકીપર), કાશવી ગૌતમ, અમનજોત કૌર, જેમીમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ.
આ પણ વાંચો: IPL 2026 પહેલા RCBના ફેન્સ માટે સારા સમાચાર, ચિન્નાસ્વામી સ્ટેડિયમને લઈને મોટું અપડેટ