ભારતીય ટીમ ટૂંક સમયમાં મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી છે. મુખ્ય ટીમ જૂનમાં અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે મેદાનમાં ઉતરશે, જ્યારે ભારત A ટીમ શ્રીલંકામાં ટ્રાઈ સિરીઝમાં રમતી જોવા મળશે.

BCCI એ આ માટે ટીમની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી, પરંતુ હવે થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. એક ખેલાડીને બહાર કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ બીજા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય A ટીમ શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે સિરીઝ રમશે

ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની A ટીમો વચ્ચે ટ્રાય સિરીઝ રમાશે. તે 9 જૂનથી શરૂ થશે. પહેલા દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. 11 જૂને ભારત અને અફઘાનિસ્તાનની A ટીમો એકબીજા સામે ટકરાશે. ત્રણેય ટીમો 2-2 મેચ રમશે, ત્યારબાદ ટોચની બે ટીમો વચ્ચે ફાઈનલ રમાશે.

અનુકુલ રોય ટીમમાં સામેલ

આ દરમિયાન BCCIએ તેની જાહેર કરેલી ટીમમાં ફેરફાર કર્યા છે. થોડા સમય પહેલા BCCIએ જાહેરાત કરી હતી કે સિલેક્શન કમિટીએ શ્રીલંકામાં આગામી ટ્રાય સિરીઝ માટે અનુકુલ રોયનો ભારત A ટીમમાં સમાવેશ કર્યો છે. તે હર્ષ દુબેનું સ્થાન લે છે. હર્ષ દુબેને પહેલી વાર અફઘાનિસ્તાન સામે ભારતની ટેસ્ટ અને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

https://twitter.com/BCCI/status/2057374662846509438

6 જૂનથી શરૂ થશે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની સિરીઝ

આ સિરીઝ 9 જૂનથી શરૂ થશે, જ્યારે ટીમ ઈન્ડિયા 6 જૂનથી અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મેચ પણ રમશે. આ મેચ ન્યૂ ચંદીગઢમાં રમાશે. ત્યારબાદ અફઘાનિસ્તાન સામે 3 મેચની વનડે સિરીઝ રમાશે. આ મેચ માટે ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, અને ખેલાડીઓ ટૂંક સમયમાં તેમની તૈયારીઓ શરૂ કરશે.

ટ્રાય સિરીઝ માટેની ભારતીય A ટીમ

તિલક વર્મા (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, રિયાન પરાગ (વાઈસ-કેપ્ટન), આયુષ બદોની, નિશાંત સિંધુ, સૂર્યાંશ શેડગે, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કુમાર કુશાગ્ર (વિકેટકીપર), વિપરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ, અરશદ ખાન, અનુકુલ રોય.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?