ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર્સ ટૂંક સમયમાં શ્રીલંકાની ધરતી પર પોતાનું કૌશલ્ય દર્શાવતા જોવા મળશે. શ્રીલંકા ક્રિકેટે ભારતીય અંડર-19 ટીમના શ્રીલંકા પ્રવાસનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કર્યો છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે કુલ 5 મેચ રમાશે, જેમાં ત્રણ ODI અને 2 ચાર-દિવસીય મેચનો સમાવેશ થાય છે.

ભારતીય અંડર-19 પુરુષ ટીમ જૂન અને જુલાઈ 2026માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. ભવિષ્યની તૈયારી અને ઈન્ટરનેશનલ અનુભવ મેળવવાની દ્રષ્ટિએ યુવા ખેલાડીઓ માટે આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતીય ટીમ 30 જૂન, 2026ના રોજ શ્રીલંકા પહોંચશે. ભારત અને શ્રીલંકા અંડર-19 ટીમો વચ્ચે 3 મેચની ODI સિરીઝ હંબનટોટાના મહિન્દા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત અંડર-19 વિરુદ્ધ શ્રીલંકા અંડર-19 વનડે સિરીઝનું શેડ્યૂલ

4 જુલાઈ, 2026: પહેલી ODI, હંબનટોટા

6 જુલાઈ, 2026: બીજી ODI, હંબનટોટા

9 જુલાઈ, 2026 - ત્રીજી ODI, હંબનટોટા

ચાર દિવસીય સ્પર્ધાનું આયોજન કર્યું

ODI સિરીઝ પછી બંને ટીમો 2 ચાર દિવસીય મેચ રમશે. પહેલી મેચ ગાલેમાં રમાશે, જ્યારે બીજી મેચ કોલંબોમાં રમાશે. આ પ્રવાસ માટે ભારતીય ટીમ માટે કયા ખેલાડીઓની પસંદગી થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

ચાર દિવસીય મેચ શેડ્યૂલ

13-16 જુલાઈ, 2026 – પ્રથમ ચાર દિવસીય મેચ, ગાલે

20-23 જુલાઈ, 2026 – બીજી ચાર દિવસીય મેચ, કોલંબો

મહિલા અંડર-19 ટીમો પણ ભારતમાં ટકરાશે

ભારતીય મહિલા અંડર-19 ટીમ અને શ્રીલંકાની મહિલા અંડર-19 ટીમ 6 મેચની વ્હાઈટ બોલ સિરીઝ રમશે. આ સિરીઝ ચેન્નાઈ અને પુડુચેરીમાં યોજાશે, 3 ત્રણ T20 અને ત્રણ વનડે મેચ રમાશે. બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં આ સિરીઝની જાહેરાત કરવામાં આવી હતી.

મહિલા અંડર-19 સિરીઝનું શેડ્યૂલ

T20 સિરીઝ

22 જૂન, 2026: પહેલી T20, ચેન્નાઈ

24 જૂન, 2026: બીજી T20, ચેન્નાઈ

17 જૂન, 2026: ત્રીજી T20, ચેન્નાઈ

વનડે સિરીઝ

30 જૂન, 2026: પહેલી વનડે, પુડુચેરી

3 જુલાઈ, 2026: બીજી વનડે, પુડુચેરી

6 જુલાઈ, 2026: ત્રીજી વનડે, પુડુચેરી

ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે આ વર્ષે ફેબ્રુઆરીમાં ICC અંડર-19 વર્લ્ડકપ 2026 જીત્યો હતો. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં શાનદાર 175 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?