યુવા ODI સિરીઝની ત્રીજી મેચ ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા અંડર-19 ક્રિકેટ ટીમ વચ્ચે બેનોનીના વિલોમૂર પાર્કમાં રમાઈ રહી છે. ભારત અંડર-19 ક્રિકેટ ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ તકનો લાભ ઉઠાવતા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ આક્રમક સદી ફટકારી. ત્યારબાદ તેના સાથી બેટ્સમેન એરોન જ્યોર્જે પણ ધમાકેદાર સદી ફટકારી.
વૈભવ પછી એરોન જ્યોર્જે પણ સદી ફટકારી
ત્રીજા યુથ વનડેમાં વૈભવ સૂર્યવંશીએ 171.62 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 74 બોલમાં 127 રનની ધમાકેદાર ઈનિંગ રમી. તેને 9 ચોગ્ગા અને 10 ઉંચા છગ્ગા ફટકાર્યા. તેના સાથી બેટ્સમેન એરોન જ્યોર્જે પણ તેને સાથ આપ્યો અને શાનદાર સદી ફટકારી. જ્યોર્જે 106 બોલમાં 118 રન બનાવ્યા, 111.32ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી.
એરોનની ઈનિંગમાં કુલ 16 ચોગ્ગા સામેલ છે. સ્થિર શરૂઆત પછી જ્યોર્જે ધીમે ધીમે ગતિ પકડી અને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્કોર તરફ દોરી ગયો. એરોન હાલમાં અંડર-19 ટીમ માટે સ્ટાર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે, જે તેની ટીમ માટે સતત રન બનાવી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાની ખૂબ જ સારી ચાલી રહી છે તૈયારીઓ
ભારતીય અંડર-19 ટીમ હાલમાં ICC અંડર-19 વર્લ્ડકપ 2026 માટે તૈયારી કરી રહી છે. આ ટુર્નામેન્ટ 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. હાલમાં ઘણા ભારતીય બેટ્સમેન ફોર્મમાં છે. કેપ્ટન આયુષ મ્હાત્રે અને વાઈસ-કેપ્ટન વિહાન મલ્હોત્રા ઈજાને કારણે આ સિરીઝ માટે ઉપલબ્ધ નથી. તેમની વાપસી ભારતીય ટીમના નેતૃત્વને વધુ મજબૂત બનાવશે. આજની મેચમાં ટોપના ત્રણ સિવાયના બધા બેટ્સમેનનું પ્રદર્શન નિરાશાજનક પ્રદર્શન રહ્યું.
વૈભવ સૂર્યવંશીએ 10 છગ્ગા ફટકાર્યા
વૈભવે 74 બોલમાં ધમાકેદાર 127 રન બનાવ્યા. 171.62ના સ્ટ્રાઈક રેટથી રમતા કેપ્ટને આ ઈનિંગમાં 10 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા. એરોન જ્યોર્જે 106 બોલમાં 16 ચોગ્ગા ફટકારીને 118 રન બનાવ્યા. અંતે મુહમ્મદ ઈનાન ૧૯ બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો, જેને 2 છગ્ગા ફટકાર્યા.
સાઉથ આફ્રિકા તરફથી નટાન્ડો સોનોએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જેસન રોલ્સે 2 વિકેટ લીધી. ભારતીય અંડર-19 ટીમે સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમને જીતવા માટે 394 રનનો ટાર્ગેટ આપ્યો.
આ પણ વાંચો: IND U19 Vs SA U19: ત્રીજી વનડેમાં મેચ કેટલા વાગ્યે થશે શરૂ?