સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમ સામેની ત્રીજી યુથ વનડેમાં પ્રથમ બેટિંગ કરતી ભારતીય અંડર-19 ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 393 રન બનાવ્યા હતા. બંને ભારતીય ઓપનરોએ સદી ફટકારીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. વૈભવ સૂર્યવંશીએ 74 બોલમાં 127 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. એરોન જ્યોર્જે 106 બોલમાં 118 રન બનાવ્યા હતા.


સાઉથ આફ્રિકા અંડર-19 ટીમના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. એરોન જ્યોર્જ અને વૈભવ સૂર્યવંશીએ ઈનિંગની શરૂઆત કરી. એરોન સાવધાનીપૂર્વક રમી રહ્યો હતો, પરંતુ વૈભવે પોતાના તરફથી વિસ્ફોટક શરૂઆત કરી. બંનેએ પ્રથમ વિકેટ માટે 227 રનની પાર્ટનરશીપ કરી. ભારતને પહેલો ફટકો ત્યારે પડ્યો જ્યારે વૈભવ 127 રન બનાવીને 26મી ઓવરમાં આઉટ થયો.

વૈભવ સૂર્યવંશીએ 10 છગ્ગા ફટકાર્યા

વૈભવે 74 બોલમાં ધમાકેદાર 127 રન બનાવ્યા. 171.62ના સ્ટ્રાઈક રેટથી રમતા કેપ્ટને આ ઈનિંગમાં 10 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા. એરોન જ્યોર્જે 106 બોલમાં 16 ચોગ્ગા ફટકારીને 118 રન બનાવ્યા. અંતે મુહમ્મદ ઈનાન 19 બોલમાં 28 રન બનાવી અણનમ રહ્યો, જેને 2 છગ્ગા ફટકાર્યા.

સાઉથ આફ્રિકા તરફથી નટાન્ડો સોનોએ સૌથી વધુ 3 વિકેટ લીધી. જેસન રોલ્સે 2 વિકેટ લીધી. ભારતીય અંડર-19 ટીમે સાઉથ આફ્રિકાની અંડર-19 ટીમને જીતવા માટે 394 રનનો ટાર્ગેટ આપ્યો.

વૈભવ સૂર્યવંશીએ કેપ્ટન તરીકે પહેલી સદી ફટકારી

આ સિરીઝમાં વૈભવ સૂર્યવંશી પણ કેપ્ટનશીપ કરી રહ્યો છે. કેપ્ટન તરીકે ભારત માટે આ તેની પહેલી સદી છે. આ તેના કરિયરની 10મી સદી છે. આનાથી જ તેમની બેટિંગ કુશળતાનો ખ્યાલ આવે છે. વૈભવ ફક્ત 14 વર્ષનો છે અને તે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં એક નવો સ્ટાર બની ગયો છે. સારા સમાચાર એ છે કે અંડર-19 વર્લ્ડકપ આ મહિને સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં રમાશે. જો વૈભવ અહીંની પિચોનો આનંદ માણે છે, તો તે વર્લ્ડકપમાં પણ એક બળ બની શકે છે.

એરોન જ્યોર્જ સાથે 200+ પાર્ટનરશીપ

વૈભવ સૂર્યવંશીએ માત્ર 74 બોલમાં 127 રનની શક્તિશાળી ઈનિંગ રમી. આ ઈનિંગ દરમિયાન તેને 10 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા. તેને અને એરોન જ્યોર્જે પહેલી વિકેટ માટે 227 રનની પાર્ટનરશીપ કરી. વૈભવ આક્રમક હતો, તો જ્યોર્જે પણ શાનદાર બેટિંગ કરી, જેનાથી ટીમ ઈન્ડિયાને મજબૂત સ્કોર બનાવવામાં મદદ મળી. 

 આ પણ વાંચો: IPL 2026 પહેલા અર્જુન તેંડુલકર કરશે લગ્ન!


  • Follow us on: