ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરજોશમાં ચાલી રહી છે. IPL 2026 ની ફાઈનલ 31 મે ના રોજ રમાશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ જૂનમાં ટેસ્ટ અને ODI સિરીઝ રમશે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

હકીકતમાં ટીમ ઈન્ડિયા જૂનમાં અફઘાનિસ્તાનની યજમાની કરશે. બંને ટીમો 1 ટેસ્ટ મેચ અને 3 મેચની ODI સિરીઝ રમશે. પુરુષોની પસંદગી સમિતિની બેઠક 19 મેના રોજ ગુવાહાટીમાં થઈ હતી, અને ભારતીય ટીમને ટેસ્ટ અને ODI સિરીઝ બંને માટે પસંદ કરવામાં આવી હતી. એકમાત્ર ટેસ્ટ 6 જૂનથી મુલ્લાનપુરમાં શરૂ થશે, જેના માટે 14 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ 2018 પછી આ અફઘાનિસ્તાનનો ભારત સામેનો પહેલો ટેસ્ટ મેચ હશે. અફઘાનિસ્તાને 2018માં બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત સત્તાવાર રીતે ટેસ્ટ મેચમાં ભાગ લીધો હતો. ભારતે તે મેચ એક ઈનિંગ અને 262 રનથી જીતી હતી.

અફઘાનિસ્તાનના ભારત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ

6 જૂન: પહેલી ટેસ્ટ, ન્યુ ચંદીગઢ (સવારે 9:30 વાગ્યે)

14 જૂન: 1લી ODI, ધર્મશાલા (બપોરે 1:30 વાગ્યે)

17 જૂન: બીજી ODI, લખનૌ (બપોરે 1:30 વાગ્યે)

20 જૂન: ત્રીજી ODI, ચેન્નાઈ (બપોરે 1:30 વાગ્યે)

https://twitter.com/BCCI/status/2056693054799765814

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), સાઈ સુદર્શન, રિષભ પંત, દેવદત્ત પડિકલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, માનવ સુથાર, ગુરનુર બરાડ, હર્ષ દુબે, ધ્રુવ જુરેલ.

અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ભારતની ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બરાડ, હર્ષ દુબે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?