ભારતીય ટીમ પહેલી વનડે માટે પર્થમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી રહી છે. સિરીઝની પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય પછી ક્રિકેટના મેદાનમાં પાછા ફરશે.


કિક્રેટ ફેન્સ આ કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ મેચના એક દિવસ પહેલા જ ફેન્સ વધુને વધુ ચિંતિત થઈ રહ્યા છે. હવામાનને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે જે ખૂબ અનુકૂળ નથી.

પહેલી ODI મેચ થશે રદ્દ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે પર્થમાં રમાશે. એક્યુવેધર મુજબ રવિવારે પર્થમાં વરસાદ પડવાની 63 ટકા શક્યતા છે. મેચ દરમિયાન વરસાદ પડવાની 36 ટકા શક્યતા છે. તેથી વરસાદ મેચને અસર કરી શકે છે. ક્યારેક ક્યારેક વિક્ષેપો આવી શકે છે, જે બેટ્સમેનોને થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે.

 

વરસાદ ટોસ પર અસર કરી શકે છે. પરંતુ ટોસ ભારતીય સમય મુજબ સવારે 8:30 વાગ્યે થવાનો છે, પરંતુ જો મેચ પહેલા વરસાદ પડે તો ટોસનો સમય બદલાઈ શકે છે. ટોસ જીતનાર ટીમ કદાચ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. પર્થની પીચ મેચની શરૂઆતમાં ઝડપી બોલરો માટે પુષ્કળ ઉછાળો અને સ્વિંગ પ્રદાન કરે છે, જે બેટ્સમેન માટે સમસ્યા ઊભી કરી શકે છે. તેથી બંને કેપ્ટન ટોસ જીત્યા પછી પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે.

પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનો એક શાનદાર ODI રેકોર્ડ પણ છે. કાંગારૂઓએ આ મેદાન પર ક્યારેય એક પણ મેચ હારી નથી. ઓસ્ટ્રેલિયાએ ત્યાં 3 ODI રમી છે, જે બધી જ જીતી છે. પરંતુ ટીમ ઈન્ડિયાએ ત્યાં ક્યારેય એક પણ ODI રમી નથી.

  • Follow us on: