ત્રીજી T20Iમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 186 રન બનાવ્યા. ટિમ ડેવિડે ભારતીય બોલરોને 74 રન બનાવીને હેરાન કર્યા. માર્કસ સ્ટોઈનિસે પણ ડેથ ઓવરોમાં 64 રન બનાવ્યા. ભારતીય ટીમ માટે અર્શદીપ સિંહ સૌથી સફળ બોલર રહ્યો, તેને 3 વિકેટ લીધી. વરુણ ચક્રવર્તીએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી, તેને 2 વિકેટ લીધી.
ટીમ ઈન્ડિયા સિરીઝમાં 1-0 થી પાછળ છે અને સિરીઝ જીતવાની ઈનિંગમાં રહેવા માટે ભારતને જીતની જરૂર છે. ભારતીય બોલરોએ મજબૂત શરૂઆત કરી, માત્ર 14 રનમાં 2 વિકેટ લીધી. ટિમ ડેવિડે એક તોફાન મચાવ્યું જેમાં એક છેડેથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થયો.
ઓસ્ટ્રેલિયાને પહેલી ત્રણ ઓવરમાં બે ઝટકાનો સામનો કરવો પડ્યો. અર્શદીપ સિંહે તેની પ્રથમ 2 ઓવરમાં ટ્રેવિસ હેડ અને જોશ ઈંગ્લિસને આઉટ કર્યા. હેડે 6 રન બનાવ્યા અને ઈંગ્લિસે 1 રન બનાવ્યો. ત્યારબાદ કેપ્ટન મિચેલ માર્શ અને ટિમ ડેવિડે 35 બોલમાં ત્રીજી વિકેટ માટે 59 રનની પાર્ટનરશીપ કરી.
વરુણ ચક્રવર્તીએ શાનદાર કમબેક
મિચેલ માર્શ અને ડેવિડ ઝડપથી સ્કોર કરી રહ્યા હતા. ત્યારબાદ નવમી ઓવરમાં વરુણ ચક્રવર્તીએ મિચેલ માર્શને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને સફળતા અપાવી. વિસ્ફોટક બેટ્સમેન મિચેલ ઓવેન, કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. જ્યારે ટિમ ડેવિડ 74 રન બનાવીને આઉટ થયો, ત્યારે ઓસ્ટ્રેલિયાએ 118 રનના સ્કોર પર પોતાની પાંચમી વિકેટ ગુમાવી દીધી. ડેવિડે 38 બોલમાં 74 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા છે.
અર્શદીપ સિંહે લીધી 3 વિકેટ
ત્યારબાદ માર્કસ સ્ટોઈનિસ અને મેથ્યુ શોર્ટે બાજી સંભાળી. બંનેએ મળીને 39 બોલમાં 64 રન બનાવ્યા. સ્ટોઈનિસે 39 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 64 રન બનાવ્યા. મેથ્યુ શોર્ટે પણ 26 રનની ઈનિંગ રમ્યો, જેનાથી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 186 સુધી પહોંચવામાં મદદ મળી. અર્શદીપ સિંહે મેચમાં 3 વિકેટ, વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ અને શિવમ દુબેએ 1 વિકેટ લીધી.