સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે ચોથી T20I માં ઓસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું. આ જીત હવે ખાતરી કરે છે કે ટીમ ઈન્ડિયા સિરીઝ હારશે નહીં. ભલે તેઓ અંતિમ મેચ જીતી જાય, પણ ઓસ્ટ્રેલિયા ફક્ત સિરીઝ ડ્રો કરી શકશે. ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી ચોથી T20I માં ટિમ ડેવિડના કેચ સેલિબ્રેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે વિવાદ થયો છે.
ટિમ ડેવિડનું વિવાદસ્પદ સેલિબ્રેશન
ભારતે પહેલા બેટિંગ કરીને 167 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરી એકવાર મોટી ઈનિંગ રમી શક્યો નહીં. પરંતુ તેને ઝડપી શરૂઆત કરી હતી, પરંતુ 16મી ઓવરના પહેલા બોલ પર તેઓ ટિમ ડેવિડના હાથે કેચ આઉટ થયો. સૂર્યાએ 10 બોલમાં 20 રન બનાવ્યા.
સૂર્યકુમાર યાદવને બાઉન્ડ્રી પર કેચ કર્યા પછી ટિમ ડેવિડૃ બોલ ચાટવાનું વિચિત્ર સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો. તેનું આ સેલિબ્રેશન ફેન્સને પણ મૂંઝવણમાં મૂકે છે કે આ સંદેશ કે આ સેલિબ્રેશનનો અર્થ શું છે.
ઓસ્ટ્રેલિયાની ખરાબ શરુઆત
ચોથી T20માં 168 રનના ટાર્ગેટનો પીછો કરતા મિચેલ માર્શ અને મેથ્યુ શોર્ટે પહેલી વિકેટ માટે 37 રનની પાર્ટનરશીપ કરી હતી. માર્શ આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9.2 ઓવરમાં 3 વિકેટે 70 રન હતો. જીતવા માટે 64 બોલમાં 98 રનની જરૂર હતી, પરંતુ તે પછી ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન નિષ્ફળ ગયા.
ટિમ ડેવિડ 14 રન, જોશ ફિલિપ 10 રન, માર્કસ સ્ટોઈનિસ 17 રન અને ગ્લેન મેક્સવેલ જેવા વિસ્ફોટક બેટ્સમેન 2 રન બનાવીને આઉટ થયા. આ સ્ટાર બેટ્સમેન મેચને વધુ નજીક લાવવામાં નિષ્ફળ રહ્યા. ઓસ્ટ્રેલિયા 18.2 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતે 18 રનથી જીત મેળવી અને 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી. સિરીઝની અંતિમ T20I શનિવાર, 8 નવેમ્બરના રોજ રમાશે.