ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની. મેચ અચાનક બંધ કરવાનો નિર્ણય આશ્ચર્યજનક હતો. બંને ટીમો બ્રિસ્બેનના ફેમસ ગાબા સ્ટેડિયમમાં આમને-સામને હતી. પરંતુ 4.5 ઓવર પછી એમ્પાયરોએ મેચ અટકાવી દીધી. ત્યારબાદ ગ્રાઉન્ડ સ્ટાફે બધા ખેલાડીઓને ડગઆઉટ છોડીને ડ્રેસિંગ રૂમમાં જવા કહ્યું, જેનાથી બધાનું ટેન્શન વધી ગયું.
ભારત-ઓસ્ટ્રેલિયા મેચ અચાનક કેમ બંધ કરવામાં આવી?
ખરાબ હવામાનને કારણે મેચ અચાનક બંધ કરી દેવામાં આવી હતી. એમ્પાયર શોન ક્રેગે આસપાસ જોયું અને તરત જ ખેલાડીઓને પેવેલિયન પરત ફરવાનો આદેશ આપ્યો. આનું મુખ્ય કારણ એ હતું કે બેકગ્રાઉન્ડમાં વીજળી જોવા મળી રહી હતી અને હવામાન શાસ્ત્રીઓના રિપોર્ટ મુજબ બધાને ચેતવણી આપી હતી. ગ્રાઉન્ડ સ્ટાફ કવર મૂકવા દોડી ગયો. રિપોર્ટરોએ અહેવાલ આપ્યો કે ભારે વરસાદી વાદળો ઝડપથી સ્ટેડિયમની નજીક આવી રહ્યા હતા, જેના રડાર પર ઘેરા લાલ નિશાન દેખાઈ રહ્યા હતા. હવામાનની ગંભીર ચેતવણીને પગલે મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.
ફેન્સની સુરક્ષાનું પણ રાખવામાં આવ્યું હતું ધ્યાન
ખેલાડીઓ તેમજ સ્ટેડિયમમાં હાજર ફેન્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને સ્ટેડિયમના નીચેના ભાગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. ફેન્સ ઝડપથી ઉપરના ટેરેસ તરફ દોડી ગયા હતા. બ્રિસ્બેનમાં હવામાન ઘણીવાર અણધાર્યું હોય છે. ઓસ્ટ્રેલિયામાં ખેલાડીઓ અને ફેન્સની સલામતીને પ્રાથમિકતા આપવા માટે ખરાબ હવામાનને કારણે રમતો ઘણીવાર વહેલા બંધ કરવામાં આવે છે.
ટીમ ઈન્ડિયાની મજબૂત શરૂઆત
મેચ બંધ થાય તે પહેલાં ભારતે ધમાકેદાર શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને અભિષેક શર્માએ માત્ર 4.5 ઓવરમાં 52 રન બનાવ્યા. શુભમન ગિલે 16 બોલમાં 29 રન બનાવ્યા, જ્યારે અભિષેકે પણ 13 બોલમાં 23 રન બનાવ્યા. આ દરમિયાન અભિષેક શર્માને 2 વખત જીવનદાન મળ્યું હતું.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ
ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ 11: મેથ્યુ શોર્ટ, મિચેલ માર્શ (કેપ્ટન), જોશ ઈંગ્લિસ, ટિમ ડેવિડ, જોશ ફિલિપ્સ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, ઝેવિયર બાર્ટલેટ, બેન દ્વારશુઈસ, નાથન એલિસ, એડમ ઝેમ્પા.