ભારતીય મહિલા A ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર છે. જ્યાં તેને ત્રણ ODI મેચની બિનસત્તાવાર સિરીઝ 2-1થી જીતી હતી. પરંતુ સિરીઝની ત્રીજી મેચમાં તેને ઓસ્ટ્રેલિયાની મહિલા A ટીમ સામે 9 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચમાં ભારતીય મહિલા A ટીમ પહેલા બેટિંગ કરતી વખતે ફક્ત 216 રન જ બનાવી શકી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એલિસા હીલીની સદીની મદદથી ફક્ત 27.5 ઓવરમાં આ ટાર્ગેટનો પીછો કર્યો.
એલિસ હીલીએ ફટકારી સદી
ઓસ્ટ્રેલિયા તરફથી તાહલિયા વિલ્સન અને એલિસા હીલીએ વિસ્ફોટક બેટિંગ કરી. તાહલિયા વિલ્સને 51 બોલમાં 59 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા ફટકાર્યા. એલિસા હીલીએ 84 બોલમાં 137 રન બનાવ્યા, જેમાં 23 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ભારતીય મહિલા-A ટીમના બોલરો તેની સામે લાચાર હતા.
એલિસા હીલીએ ઈનિંગની શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી અને મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી. રાચેલ ટ્રેનમને 32 બોલમાં 21 રન બનાવ્યા, જેમાં 32 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. આ ખેલાડીઓને કારણે જ ઓસ્ટ્રેલિયાએ ટાર્ગેટ સરળતાથી પ્રાપ્ત કર્યો. ભારત માટે રાધા યાદવે એકમાત્ર વિકેટ લીધી.
ઓપનરોએ ભારતને સારી શરૂઆત અપાવી
ભારતીય મહિલા-A ટીમ માટે શેફાલી વર્મા અને નંદિની કશ્યપ ઓપનિંગ કરવા આવ્યા અને બંને ખેલાડીઓએ સારી શરૂઆત કરી અને પહેલી વિકેટ માટે 86 રનની પાર્ટનરશીપ કરી. શેફાલીને તાહલિયા મેકગ્રાથે 52 રનના સ્કોર પર આઉટ કરી. આ પછી ભારતીય ટીમની લય બગડી ગઈ અને આખી ટીમ પત્તાના ઢગલા જેવી તૂટી ગઈ. નંદિની 28 રન બનાવીને આઉટ થઈ ગઈ. ત્યારબાદ રાઘવી બિષ્ટે 18 રન અને તેજલ હસબનીસે 1 રન બનાવીને આઉટ થઈ, તે સારું પ્રદર્શન કરી શકી નહીં.
તાહલિયા મેકગ્રાથે લીધી 3 વિકેટ
યાસ્તિકા ભાટિયાએ 42 રન બનાવ્યા. તનુશ્રી સરકારે 17 રન અને રાધા યાદવે 18 રનનું યોગદાન આપ્યું. આખી ભારતીય ટીમ 47.4 ઓવરમાં ફક્ત 216 રન જ બનાવી શકી. તાહલિયા મેકગ્રાથે સૌથી વધુ 3 વિકેટ લીધી અને સારી બોલિંગ કરી. તેના સિવાય સિયાના ગિંગર, એલા હેવર્ડ, અનિકા લીયરોયડે 2-2 વિકેટ લીધી.