ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ અને પાંચ મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલને વનડે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેને રોહિત શર્માનું સ્થાન લીધું છે. આ સિરીઝ માટે વિરાટ કોહલીની પણ પસંદગી કરવામાં આવી છે. વનડેમાં કેપ્ટન તરીકે રોહિત શર્માનો પ્રભાવશાળી રેકોર્ડ હોવા છતાં, તેને કેપ્ટનશીપ આપવામાં આવી નથી.


રોહિત શર્મા સાથે થયો અન્નાય?

રોહિત શર્માએ ભારત માટે ODIમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તેને પોતાની છેલ્લી ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતને જીત અપાવી હતી. કેપ્ટન તરીકે રોહિત શર્માનો ODI રેકોર્ડ એમએસ ધોની અને વિરાટ કોહલી કરતા પણ સારો છે.

કેપ્ટન તરીકે રોહિત શર્માની ODI જીતની ટકાવારી ભારતને લગભગ 75 ટકા મેચોમાં જીત અપાવી છે. વિરાટ કોહલીની ODI જીતની ટકાવારી 68.42 છે, જ્યારે એમએસ ધોનીની જીતની ટકાવારી 55 છે.


રોહિત શર્માએ 27 ICC ઈવેન્ટ્સમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આ દરમિયાન ભારતે ફક્ત 2 મેચ હારી છે, જ્યારે 25 મેચ જીતી છે. કુલ મળીને રોહિત શર્માએ 56 ODI મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી છે. ટીમ ઈન્ડિયાએ તેમાંથી 42 મેચ જીતી છે અને 12 હારનો સામનો કરવો પડ્યો છે. અજિત અગરકરે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી દૂર કરવાનું કારણ પણ જણાવ્યું છે. મુખ્ય સિલેક્ટરે એમ પણ કહ્યું છે કે રોહિત શર્માને કેપ્ટનશીપમાં ફેરફાર વિશે જાણ કરવામાં આવી છે. વિરાટ કોહલીની જેમ, રોહિત શર્માને પણ સારો રેકોર્ડ હોવા છતાં કેપ્ટનશીપ છોડી દેવી પડી છે.

ઓસ્ટ્રેલિયા સામે T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, નીતીશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.


  • Follow us on: