T20 અને ટેસ્ટ ક્રિકેટ પછી રોહિત શર્માની ODI કરિયરનો અંત આવી રહ્યો હોય તેવું લાગે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ તે હવે કેપ્ટન નથી.


ODI સિરીઝ માટે રોહિત શર્માના સ્થાને શુભમન ગિલને કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે. શુભમન ગિલ કેપ્ટન બનતાની સાથે જ રોહિત શર્માનું એક જૂનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

રોહિત શર્માનું 13 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ

4 ઓક્ટોબરના રોજ BCCIએ ઓસ્ટ્રેલિયામાં ODI અને T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી. સૂર્યકુમાર યાદવ T20 ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે, ત્યારે શુભમન ગિલને ODI ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમતો જોવા મળશે.


આ સાથે જ રોહિત શર્માનું 13 વર્ષ જૂનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું. તેમાં રોહિતે લખ્યું કે એક યુગ (45) સમાપ્ત થઈ ગયો છે અને એક નવો યુગ (77) શરૂ થયો છે. વાસ્તવમાં રોહિત શર્માનો જર્સી નંબર 45 છે, જ્યારે ગિલનો 77 છે. પરંતુ ઘણા વર્ષો પહેલા રોહિત શર્માનો પણ 77 નંબર સાથે ખાસ સંબંધ હતો.

રોહિત શર્માએ 14 સપ્ટેમ્બર 2012ના રોજ આ ટ્વિટ કર્યું. ત્યારબાદ ટીમ ઈન્ડિયા દ્વારા તેને 2012 ના T20 વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે પહેલાં પણ રોહિતનો જર્સી નંબર 45 હતો, પરંતુ ટીમમાં તેનું સ્થાન સુરક્ષિત ન હતું અને ન તો તેનું પ્રદર્શન સારું હતું. આ પછી રોહિતે 2012 ના T20 વર્લ્ડકપ માટે પોતાનો જર્સી નંબર 77 કર્યો. પરંતુ તે પછી રોહિતનો જર્સી નંબર 45 જ રહ્યો. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રોહિત એક સમયે 77 નંબરની જર્સી પહેરતો હતો, જે હવે ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન શુભમન ગિલનો જર્સી નંબર છે.

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.


  • Follow us on: