ભારતીય ક્રિકેટ ટીમે પહેલી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડીઝને એક ઈનિંગ અને 140 રનથી શાનદાર હરાવ્યું છે. ભારતીય ટીમ માટે રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ અને મોહમ્મદ સિરાજે જોરદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીઓએ ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.


આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ જીતથી હવે ભારતને WTC પોઈન્ટ ટેબલમાં ફાયદો થયો છે.

ભારતીય ટીમનો PCT વધ્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચ પહેલા ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હતી અને તે ત્રીજા સ્થાને છે. પરંતુ જીત પછી, ભારતીય ટીમનો PCT વધ્યો છે. ભારતનો PCT હવે 46.67 થી વધીને 55.56 થયો છે.

WTC પોઈન્ટ ટેબલ 2025-27 માં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ 6 મેચ રમી છે, જેમાં ત્રણ જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે એક મેચ ડ્રો રહી છે.

ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર

ઓસ્ટ્રેલિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં ટોપનું સ્થાન ધરાવે છે. તે અત્યાર સુધી 3 મેચ રમી છે અને 3માં જીત મેળવી છે. તેમનો PCT 100.00 છે. શ્રીલંકા પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે, જેને અત્યાર સુધી બે મેચ રમી છે, જેમાં 1 જીતી છે અને 1 ડ્રો કરી છે. તેમનો PCT 66.67 છે.

વેસ્ટ ઈન્ડીઝના બેટ્સમેન નિષ્ફળ

ભારત સામે પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ફક્ત 162 રન બનાવ્યા. ત્યારબાદ ભારતીય ટીમ માટે રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ અને કેએલ રાહુલે સદી ફટકારી. આ ખેલાડીઓના કારણે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં 448 રન બનાવ્યા અને 286 રનની લીડ મેળવી. ત્યારબાદ બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન રવિન્દ્ર જાડેજા સામે પોતાનો દબદબો જાળવી શક્યા નહીં અને ખરાબ રીતે ફ્લોપ રહ્યા. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઈનિંગમાં ફક્ત 146 રન બનાવી શકી.


  • Follow us on: