29 ઓક્ટોબરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે મહત્વપૂર્ણ રહેશે. કેપ્ટન સૂર્યાએ વર્ષ 2025માં બેટથી સારું પ્રદર્શન કર્યું નથી અને તેને સતત ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો છે.


2026ના T20 વર્લ્ડકપની તૈયારી કરતી ભારતીય ટીમ માટે ફોર્મમાં ઝડપથી પાછા ફરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી દરેક વ્યક્તિ ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 સિરીઝમાં તેની પાસેથી મજબૂત પ્રદર્શનની અપેક્ષા રાખી રહી છે, જ્યાં સૂર્યાને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવાની તક મળશે.

સૂર્યકુમાર યાદવ પાસે આ બાબતમાં બીજો ભારતીય ખેલાડી બનવાની તક

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ટોપ પર છે, જેને કુલ 205 છગ્ગા ફટકાર્યા છે. તેના પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવનો નંબર આવે છે, જેને 90 T20 ઈન્ટરનેશનલ મેચોમાં કુલ 148 છગ્ગા ફટકાર્યા છે.

જો સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની આગામી T20 સિરીઝમાં વધુ 2 છગ્ગા ફટકારવામાં સફળ રહે છે, તો તે રોહિત શર્મા પછી T20 ઈન્ટરનેશનલ મેચોમાં 150 છગ્ગા ફટકારનાર બીજો ખેલાડી બનશે. સૂર્યકુમાર યાદવ હાલમાં T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ છગ્ગા મારનારા ખેલાડીઓની લિસ્ટમાં ગ્લેન મેક્સવેલ સાથે છઠ્ઠા નંબરે છે.

ભારત માટે T20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ખેલાડીઓ

રોહિત શર્મા - 205 છગ્ગા

સૂર્યકુમાર યાદવ - 148 છગ્ગા

વિરાટ કોહલી - 124 છગ્ગા

કેએલ રાહુલ - 99 છગ્ગા

હાર્દિક પંડ્યા - 96 છગ્ગા

જસપ્રીત બુમરાહ પાસે T20 ઈન્ટરનેશનલ મેચોમાં 100 વિકેટ પૂર્ણ કરવાની તક

ઓસ્ટ્રેલિયા સામેની T20I સિરીઝમાં ટીમ ઈન્ડિયાનું બોલિંગ નેતૃત્વ જસપ્રીત બુમરાહ કરશે, જેમાં 100 T20I વિકેટ લેવાની તક હશે, જે સિદ્ધિ તે હાંસલ કરવાથી માત્ર 4 વિકેટ દૂર છે. જો બુમરાહ સફળ થાય છે, તો તે અર્શદીપ સિંહ પછી 100 T20I વિકેટ મેળવનાર બીજો ભારતીય બોલર બનશે.


  • Follow us on: