વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તે ભારત માટે ફક્ત વનડેમાં જ રમતો જોવા મળશે. વિરાટ કોહલીને ફરીથી બ્લુ જર્સીમાં જોવા ફેન્સ રાહ જોઈ રહ્યા છે.
ઓક્ટોબરમાં ટીમ ઈન્ડિયાની વનડે સિરીઝ યોજાવા જઈ રહી છે. તે ઓસ્ટ્રેલિયા સાથે રમતો જોવા મળશે અને હવે વિરાટ કોહલીએ ઈશારા ઈશારામાં હિન્ટ આપી છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે તૈયારી કરી રહ્યો છે.
વિરાટ કોહલીએ પોસ્ટને લાઈક કરીને આપી હિન્ટ
ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની ODI સિરીઝ ઓક્ટોબર 2025માં યોજાશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે અને બંને ટીમ વચ્ચે પહેલી ODI 19 ઓક્ટોબર 2025ના રોજ પર્થમાં રમાશે. આ મેચ દ્વારા વિરાટ કોહલીનું મેદાનમાં પરત ફરવું લગભગ નિશ્ચિત છે. વિરાટ કોહલીએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે ગુજરાત ટાઈટન્સના સહાયક કોચ નઈમ અમીન સાથે ટ્રેનિંગ લેતો જોવા મળ્યો હતો.
એક ફેન પેજે કોહલીની આ તસવીર પોસ્ટ કરી અને કેપ્શનમાં લખ્યું કે વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે તૈયારી કરી રહ્યો છે. આ પોસ્ટ 5 દિવસ જૂની છે પરંતુ વિરાટે થોડા સમય પહેલા તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેને લાઈક કરી છે. આ દ્વારા વિરાટ કોહલીએ હિન્ટ આપી કે તે 3 મેચની ODI સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે રમવા માટે તૈયાર છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત ઓસ્ટ્રેલિયાનો મર્યાદિત ઓવરનો પ્રવાસ કરશે. આ દરમિયાન 3 ODI અને 5 T20 ઈન્ટરનેશનલ મેચોનું આયોજન કરવામાં આવશે.
ODI સિરીઝનું શેડ્યુલ
| મેચ | તારીખ | સ્થળ |
| પહેલી વનડે | 19 ઓક્ટોબર 2025 | પર્થ સ્ટેડિયમ, પર્થ |
| બીજી વનડે | 23 ઓક્ટોબર 2025 | એડિલેડ ઓવલ, એડિલેડ |
| ત્રીજી વનડે | 25 ઓક્ટોબર 2025 | સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ, સિડની |
વિરાટ કોહલીએ ક્યારે રમી છેલ્લી છેલ્લી મેચ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ હતી. આ વિરાટ કોહલીની છેલ્લી ODI મેચ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાને 252 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો તેમને સફળતાપૂર્વક પીછો કર્યો હતો. 12 વર્ષ પછી ભારતે એશિયા કપનો ખિતાબ જીત્યો.