ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટનમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાએ પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના બોલર્સે ઈંગ્લેન્ડને 407 રન પર ઓલઆઉટ કરીને 180 રનની લીડ બનાવી લીધી છે.


ત્યારબાદ ત્રીજા દિવસની રમત પૂરી થયા સુધી ટીમ ઈન્ડિયાએ એક વિકેટ ગુમાવીને 64 રન બનાવી લીધી હતી. ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાને 1 ઝટકો યશસ્વી જયસ્વાલના રૂપમાં લાગ્યો હતો. બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલ 22 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. જે બોલ યશસ્વી જયસ્વાલ આઉટ થયો હતો તે બોલ પર ડીઆરએસ લેવામાં આવ્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ગુસ્સે થતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેને એમ્પાયર્સ સાથે દલીલ કરી.

કેમ ગુસ્સે થયો બેન સ્ટોક્સ?

આ દરમિયાન ઈંગ્લેન્ડ તરફથી ઈનિંગની આઠમી ઓવર જોશ ટંગ નાખી રહ્યો હતો, જેનો ચોથો બોલ યશસ્વી જયસ્વાલના પેડ પર વાગ્યો. આ બાદ ઈંગ્લેન્ડે જોરદાર અપીલ કરી અને એમ્પાયરે યશસ્વી જયસ્વાલને આઉટ આપ્યો. પરંતુ યશસ્વી જયસ્વાલે નોન સ્ટ્રાઈક એન્ડ પર ઉભા રહેલા કેએલ રાહુલ સાથે વાતચીત કરી અને ડીઆરએસ લીધો. પરંતુ કોઈપણ ટીમે 15 સેકન્ડની અંદર ડીઆરએસનો કોલ લેવાનો હોય છે, પરંતુ યશસ્વી જયસ્વાલ ડીઆરએસ લેવામાં થોડો મોડો પડ્યો હતો, પરંતુ અમ્પાયરે સમયસર ધ્યાન આપ્યું ન હતું, તેથી તેનો ડીઆરએસનો કોલ પણ સ્વીકાર્યો, પરંતુ આ બધું જોઈને, બેન સ્ટોક્સ ગુસ્સે થયો અને સીધા અમ્પાયરો પાસે આવ્યો કારણ કે અમ્પાયરે સમય પૂરો થયા પછી પણ ડીઆરએસ આપ્યો હતો.


ત્યારબાદ બેન સ્ટોક્સ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો પરંતુ અમ્પાયરોએ તેની વાત સાંભળી નહીં. DRS લીધા પછી પણ, યશસ્વી જયસ્વાલ પોતાની વિકેટ બચાવી શક્યો નહીં અને ત્રીજા અમ્પાયરે પણ તેને LBW આઉટ આપ્યો.

ટીમ ઈન્ડિયા પાસે 244 રનની લીડ

ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી બેટિંગ કરતી વખતે જેમી સ્મિથે સૌથી વધુ 184 રન બનાવ્યા, આ સિવાય હેરી બ્રુકે 158 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજ અને આકાશ દીપે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું.

મોહમ્મદ સિરાજે 19.3 ઓવરમાં 70 રન આપીને 6 વિકેટ લીધી. આ સિવાય આકાશદીપે 20 ઓવરમાં 88 રન આપીને 4 વિકેટ લીધી. ત્રીજા દિવસની રમત પૂરી થયા સુધી ટીમ ઈન્ડિયાએ 244 રનની લીડ હાંસલ કરી લીધી. કેએલ રાહુલ 28 રન અને કરુણ નાયર 7 રન બનાવીને રમી રહ્યા છે.


  • Follow us on: