ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ સિરીઝમાં તેને 185.3 ઓવર ફેંકી હતી જેમાં તેને 23 વિકેટ લીધી હતી. ઓવલ ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં સિરાજે મોટી ભૂમિકા ભજવી હતી.
આ દરમિયાન ઓવલ ટેસ્ટ મેચ જીત્યા પછી મોહમ્મદ સિરાજે વિદેશમાં ભારતીય ખેલાડી તરીકે સૌથી વધુ મેચ જીતવાના મામલે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે.
એમએસ ધોનીએ વિદેશમાં જીતી હતી ઘણી બધી ટેસ્ટ મેચ
વિદેશમાં મોહમ્મદ સિરાજ માટે ખેલાડી તરીકે આ 12મી જીત હતી. વિદેશમાં એમએસ ધોનીએ ખેલાડી તરીકે 48 ટેસ્ટ મેચોમાંથી 11 મેચ જીતી હતી. તમને જણાવી દઈએ કે મોહમ્મદ સિરાજે અત્યાર સુધીમાં ઘરથી બહાર 27 ટેસ્ટ મેચ રમી છે. જ્યાં તેને 10 હારી અને 5 મેચ ડ્રો રહી. મોહમ્મદ સિરાજે આ મામલે જસપ્રીત બુમરાહની બરાબરી કરી છે. જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં વિદેશમાં પણ 12 ટેસ્ટ મેચ જીતી છે. કુલ મળીને મોહમ્મદ સિરાજ માટે ટેસ્ટ ક્રિકેટમાં આ 22મી જીત હતી. તેને આ મામલે મોહમ્મદ અઝહરુદ્દીનની બરાબરી કરી છે.
રાહુલ દ્રવિડના નામે છે આ ખાસ રેકોર્ડ
ભારતીય ખેલાડી તરીકે વિદેશમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. રાહુલ દ્રવિડે પોતાના કરિયરમાં વિદેશમાં 93 ટેસ્ટ મેચમાંથી 24 મેચ જીતી હતી. આ લિસ્ટમાં વિરાટ કોહલીનું નામ બીજા નંબરે છે. વિદેશમાં વિરાટ કોહલીએ 68 ટેસ્ટ મેચ રમી હતી અને 23 મેચ ત્યાં જીતી હતી.
મોહમ્મદ સિરાજે ઓવલ ટેસ્ટ મેચમાં લીધી 9 વિકેટ
ઓવલ ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજે બંને ઈનિંગમાં કુલ 9 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગમાં તેને 86 રન આપીને 4 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં તેને 104 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ શાનદાર પ્રદર્શન માટે મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેના સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ કુલ 8 વિકેટ લીધી હતી.