ટીમ ઈન્ડિયા માટે આ ખેલાડી લકી ચાર્મા સાબિત થયો છે, જ્યારે પણ તે પ્લેઈંગ 11માં હોય છે ત્યારે ટીમ ઈન્ડિયા જીતે છે. તે ઓવલ ટેસ્ટમાં પણ લકી ચાર્મ બન્યો હતો.


એક ભારતીય ખેલાડીએ 2024માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ કર્યા પછી જ્યારે પણ આ ખેલાડી પ્લેઈંગ 11 નો ભાગ રહ્યો છે, ત્યારે જીત ટીમ ઈન્ડિયાના પક્ષમાં આવી છે.

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું. મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી અને ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને 35 રન પણ બનાવવા દીધા નહીં. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ મળીને 4 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું.

ટીમ ઈન્ડિયાનો લકી ચાર્મ કોણ છે?

આ લકી ચાર્મ ખેલાડી બીજું કોઈ નહીં પણ વિકેટકીપર ધ્રુવ જુરેલ છે. ધ્રુવ જુરેલે અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે કુલ 5 ટેસ્ટ મેચ રમી છે અને ટીમે તે બધી જીતી છે. વર્ષ 2024 માં ધ્રુવ જુરેલ 4 મેચોમાં પ્લેઈંગ 11નો ભાગ હતો અને ભારતીય ટીમે પર્થ ટેસ્ટ સહિત બધી જીતી હતી.


રિષભ પંત ઈજાગ્રસ્ત થયા પછી ધ્રુવ જુરેલને ઓવલ ટેસ્ટ માટે પ્લેઈંગ 11માં તક આપવામાં આવી અને પરિણામ ગિલની યુવા બ્રિગેડના પક્ષમાં આવ્યું. પરંતુ ધ્રુવ જુરેલ બેટથી કંઈ ખાસ કમાલ કરી શક્યો નહીં. તેને પહેલી ઈનિંગમાં 19 રન અને બીજી ઈનિંગમાં 34 રન બનાવ્યા.

93 વર્ષમાં પહેલીવાર બન્યું આવું

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઘરની બહાર રમતી વખતે સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ જીતી છે. ઓવલ ટેસ્ટની જીત સાથે ટીમ ઈન્ડિયાએ આ ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ ટીમ ઈન્ડિયાનો સૌથી નાની પણ મહત્ત્વપૂર્ણ જીત છે.


  • Follow us on: