ટેસ્ટ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 6 રનથી જીત મેળવી અને સિરીઝમાં 2-2 ની બરાબરી પણ હાંસલ કરી. પાંચમી મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીતવા માટે 374 રનનો ટાર્ગેટ આપ્યો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 267 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
ટીમ ઈન્ડિયા માટે યુવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. આમાં શુભમન ગિલ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડીઝ સામે રમશે ટેસ્ટ સિરીઝ
ઈંગ્લેન્ડ પછી ભારતીય ક્રિકેટ ટીમ ઓક્ટોબર 2025માં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝ રમશે. જ્યાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સિરીઝમાં બે મેચ રમશે. આ સિરીઝમાં એવા ખેલાડીઓને જાળવી રાખવામાં આવશે જેમને ઈંગ્લેન્ડ પ્રવાસ પર શાનદાર પ્રદર્શન બતાવ્યું છે.
2 ઓક્ટોબરથી રમાશે પહેલી મેચ
ભારતીય ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ 2 થી 6 ઓક્ટોબર 2025 દરમિયાન રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ પછી બીજી ટેસ્ટ મેચ 10 થી 14 ઓક્ટોબર દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે અને આ મેચોનો ટોસ અડધો કલાક પહેલા થશે.
ભારતીય ખેલાડીઓએ ઈંગ્લેન્ડમાં કર્યું શાનદાર પ્રદર્શન
શુભમન ગિલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બોલર રહ્યો છે. તેને પાંચ ટેસ્ટ મેચમાં કુલ 754 રન બનાવ્યા હતા, જેમાં 4 સદીનો સમાવેશ થાય છે. તેના સિવાય કેએલ રાહુલે 532 રન બનાવ્યા હતા અને 2 સદી ફટકારી હતી. મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું હતું અને વર્તમાન સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેને કુલ 23 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા બંનેએ 14-14 વિકેટ લીધી.