4 ઓગસ્ટ 2025ની તારીખ મોહમ્મદ સિરાજ માટે યાદગાર બની ગઈ. ઓવલના મેદાન પર સિરાજે એવું કંઈક કર્યું જે કદાચ સદીમાં એક વાર જોવા મળે છે. ક્રિકેટના મેદાન પર ચમત્કારો થતા હોય છે તે બધાએ સાંભળ્યું હશે, પરંતુ પાંચમી ટેસ્ટમાં બધાએ આ ચમત્કાર પોતાની આંખોથી જોયો.


આ ચમત્કાર મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગને કારણે થયો. તેને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ લીધી, જ્યારે મોહમ્મદ સિરાજે મેચમાં 9 વિકેટ લીધી. પરંતુ જ્યારે જીતનું સેલિબ્રેશન કરી રહેલા મોહમ્મદ સિરાજને લોર્ડ્સમાં હાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેને તેના ફની જવાબથી દિલ જીતી લીધું.

મોહમ્મદ સિરાજે પોતાના જવાબથી કર્યા હેરાન

મોહમ્મદ સિરાજ કેપ્ટન શુભમન ગિલ સાથે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. જીતને લઈને સવાલો વચ્ચે જ્યારે મોહમ્મદ સિરાજને લોર્ડ્સમાં હાર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેને ફની જવાબ આપ્યો. મોહમ્મદ સિરાજે કહ્યું કે "હાર દુઃખદાયક છે. બ્રેકઅપ પણ દુઃખદાયક છે." મોહમ્મદ સિરાજે કહ્યું કે ડ્રેસિંગ રૂમમાં જીતને લઈને ઘણો આત્મવિશ્વાસ હતો. તેને કહ્યું કે "હું આ ટેસ્ટ મેચને ખૂબ જ ઉચ્ચ રેટિંગ આપવા માગુ છું. અમે શાનદાર લડ્યા. ડ્રેસિંગ રૂમમાં જીતનો ઘણો આત્મવિશ્વાસ હતો."

સિરાજે લોર્ડ્સ ટેસ્ટમાં આઉટ થવા અને હેરી બ્રુકનો કેચ છોડવા વિશે પણ વાત કરી. તેને કહ્યું કે "લોર્ડ્સ, હેરી બ્રુકનો કેચ... આવું ફક્ત મારી સાથે જ કેમ થયું? મને લાગ્યું કે ભગવાને મારા માટે કંઈક સારું વિચાર્યું હશે." ચોથા દિવસે બ્રુકનો કેચ છોડ્યા પછી વિલન બનતા જોવા મળેલો સિરાજ પાંચમા દિવસે પોતાની બોલિંગથી હીરો બની ગયો.

મોહમ્મદ સિરાજનો યાદગાર જાદુઈ સ્પેલ

પાંચમા દિવસે મોહમ્મદ સિરાજે પહેલા જેમી સ્મિથને પેવેલિયન મોકલ્યો. આ પછી તેને 9 રનના સ્કોર પર જેમી ઓવરટનને પણ આઉટ કર્યો. પ્રસિદ્ધ કૃષ્ણાએ જોશ ટંગને ક્લીન બોલ્ડ કરીને ઈંગ્લેન્ડને નવમો ઝટકો આપ્યો. આ પછી ક્રિસ વોક્સ ફ્રેક્ચરવાળા હાથ સાથે મેદાનમાં આવ્યો. પરંતુ ગુસ એટકિન્સન ક્રિસ વોક્સ કરતા મોટો ખતરો હતો. ગુસ એટકિન્સન દરેક બોલ પર પોતાનું બેટ સ્વિંગ કરી રહ્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજે શાનદાર યોર્કર ફેંકીને ગુસ એટકિન્સન અને ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત લાવ્યો.

  • Follow us on: