ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ 6 રને જીતીને સિરીઝ 2-2 થી બરાબર કરી લીધી. શુભમન ગિલ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું.


ટીમ ઈન્ડિયામાં મોટાભાગે યુવા ખેલાડીઓનો સમાવેશ થતો હતો અને તેમના બળ પર જ ટીમે સિરીઝ બરાબર કરી હતી. આ સિદ્ધિ ત્યારે વધુ મોટી બની જાય છે જ્યારે જસપ્રીત બુમરાહ અને રિષભ પંત પણ છેલ્લી મેચમાં માટે ઉપલબ્ધ ન હતા.

મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાને રાખવાથી કેપ્ટન્સી સરળ બને છેઃ શુભમન ગિલ

મેચ પછી મોહમ્મદ સિરાજે કહ્યું કે મોહમ્મદ સિરાજ કોઈપણ કેપ્ટનનું સ્વપ્ન છે. તેને દરેક બોલ અને દરેક સ્પેલમાં પોતાનું સર્વસ્વ આપ્યું. અમે ભાગ્યશાળી છીએ કે તે ટેસ્ટ ટીમમાં હાજર છે. કેપ્ટને મેચમાં 8 વિકેટ લેનારા ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાની પણ પ્રશંસા કરી. પરંતુ તે થોડો મોંઘો સાબિત થયો.

શુભમન ગિલે કહ્યું કે જ્યારે તમારી પાસે સિરાજ અને પ્રસિદ્ધ જેવા બોલરો હોય છે, ત્યારે કેપ્ટનશીપ સરળ લાગે છે. મને લાગે છે કે આજે અમે જે રીતે પ્રતિક્રિયા આપી તે શાનદાર હતી. અમને પૂરો આત્મવિશ્વાસ હતો, અમે જાણતા હતા કે તેઓ દબાણ હેઠળ છે. અમે ફક્ત એ સુનિશ્ચિત કરવા માગતા હતા કે તેઓ હંમેશા દબાણ અનુભવે. તમે જાણો છો કે દબાણ દરેકને એવી વસ્તુઓ કરવા મજબૂર કરે છે જે તેઓ કરવા માગતા નથી.

શુભમન ગિલે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા

કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે પાંચમા દિવસ સુધી બંને ટીમોને ખબર ન હતી કે કઈ ટીમ જીતશે. આ પહેલા બંને ટીમોએ કેટલી શાનદાર ક્રિકેટ રમી તે જોઈ શકાય છે. 2-2 ની ટાઈ સારી છે. શુભમન ગિલે ટેસ્ટ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું અને સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને કુલ 754 રન બનાવ્યા, જેમાં 4 સદીનો સમાવેશ થાય છે.

શુભમન ગિલે કહ્યું કે સિરીઝ શરૂ થાય તે પહેલાં મેં સખત મહેનત કરી હતી. એક બેટ્સમેન તરીકે હું કેટલીક બાબતો પર કામ કરવા માગતો હતો અને મારું લક્ષ્ય સિરીઝનો શ્રેષ્ઠ બેટ્સમેન બનવાનું હતું. હવે તે લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે.


  • Follow us on: