ભારતીય ટીમે અશક્યને શક્ય બનાવ્યું અને ઓવલમાં જીતનો ધ્વજ લહેરાવ્યો. રોમાંચક મેચમાં શુભમન ગિલની યુવા ટીમે ઈંગ્લેન્ડને 6 રનથી હરાવ્યું. આ જીતનો હીરો મોહમ્મદ સિરાજ હતો, જેને છેલ્લા દિવસે 3 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડની ટીમના ખેલાડીઓને આઉટ કર્યા.


ભારતીય ટીમના શાનદાર પ્રદર્શન પર વિરાટ કોહલીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. કિંગ કોહલીએ ટીમના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી છે. વિરાટે મોહમ્મદ સિરાજના યોગદાનનો ખાસ ઉલ્લેખ કર્યો છે.

વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા

ઓવલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની યાદગાર જીત માટે વિરાટ કોહલીએ ગિલની યુવા ટીમના વખાણ કર્યા છે. તેને ટ્વીટ કરીને લખ્યું છે કે "ટીમ ઈન્ડિયાની શાનદાર જીત. પ્રસિદ્ધ અને સિરાજે અદ્ભુત ધીરજ અને જુસ્સો દર્શાવ્યો, જેના આધારે ટીમે શાનદાર જીત મેળવી. હું ખાસ કરીને સિરાજનું નામ લેવા માગુ છું, જેને ટીમ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું. હું તેમના માટે ખૂબ જ ખુશ છું." મોહમ્મદ સિરાજે ટેસ્ટના પાંચમા દિવસે બોલિંગથી જોરદાર ધૂમ મચાવી. તેને ત્રણ વિકેટ લીધી અને ભારતીય ટીમની હારને જીતમાં ફેરવી દીધી.


મોહમ્મદ સિરાજે મચાવી ધૂમ

મોહમ્મદ સિરાજે એકલા હાથે પાંચમા દિવસે ઓવલ ટેસ્ટ મેચનું પરિણામ પલટી નાખ્યું. મોહમ્મદ સિરાજે પહેલા જેમી સ્મિથને પેવેલિયન મોકલ્યો. આ પછી તેને જેમી ઓવરટનને પણ 9 રનના સ્કોર પર આઉટ કર્યો. પ્રસિદ્ધ કૃષ્ણાએ જોશ ટંગને ક્લીન બોલિંગ કરીને ઈંગ્લેન્ડને નવમો ઝટકો આપ્યો.

આ પછી ક્રિસ વોક્સ ફ્રેક્ચરવાળા હાથ સાથે મેદાન પર આવ્યો. પરંતુ ગુસ એટકિન્સન વોક્સ કરતા વધુ ખતરનાક હતો. ગુસ એટકિન્સન દરેક બોલ પર પોતાનું બેટ સ્વિંગ કરી રહ્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજે શાનદાર યોર્કર ફેંકીને ગુસ એટકિન્સન અને ઈંગ્લેન્ડની ઈનિંગનો અંત લાવ્યો.


  • Follow us on: