એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં ઈજાઓને કારણે ટીમ ઈન્ડિયા ખૂબ જ હેરાન જોવા મળી રહી છે. રિષભ પંત જેવા સુપરસ્ટાર ખેલાડીને ઈજાના કારણે ટીમની બહાર થવું પડ્યું હતું. જસપ્રીત બુમરાહ પણ વર્કલોડને કારણે છેલ્લી મેચ રમી રહ્યો નથી.
હાલમાં કેનિંગ્ટન ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસ પહેલા ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. પ્લેઈંગ 11માં રમી રહેલો ફાસ્ટ બોલર સંપૂર્ણપણે ફિટ નથી. કેપ્ટન શુભમન ગિલે પોતે આ વાતની હિન્ટ આપી છે.
ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર
કેનિંગ્ટન ઓવલ ટેસ્ટની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે 4 વિકેટની જરૂર છે, જ્યારે ઈંગ્લિશ ટીમને ફક્ત 35 રન બનાવવા પડશે. ટીમ ઈન્ડિયાના 3 ફાસ્ટ બોલરોની ફિટનેસ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેપ્ટન શુભમન ગિલ ફાસ્ટ બોલર આકાશદીપને પૂછી રહ્યો છે કે તેને ઈન્જેક્શન લીધું છે કે નહીં? આ વીડિયો પછી સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આકાશદીપ સંપૂર્ણપણે ફિટ નથી. તે ટીમની જરૂરિયાતને કારણે ઈન્જેક્શન લીધા પછી રમી રહ્યો છે. કેપ્ટન શુભમન ગિલનો આ વીડિયો હવે ટીમ મેનેજમેન્ટ પર સવાલો ઉભા કરી રહ્યો છે.
ફોર્મમાં ન જોવા મળ્યો આકાશદીપ
ફાસ્ટ બોલર આકાશદીપે પોતાની પહેલી 2 ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓવલ ટેસ્ટમાં આકાશદીપ સંપૂર્ણ ફોર્મમાં જોવા મળ્યો ન હતો. પહેલી ઈનિંગમાં આકાશદીપે 17 ઓવરમાં 80 રન આપીને માત્ર 1 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં અત્યાર સુધી તેને 20 ઓવરમાં 85 રન આપીને માત્ર 1 વિકેટ લીધી છે. આકાશદીપની ફિટનેસ પર સવાલો ઉભા થવાને કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. પરંતુ ટીમ ઈન્ડિયા પાસે અર્શદીપ સિંહ અને અંશુલ કંબોજને પસંદ કરવાનો વિકલ્પ પણ હતો.