ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ લંડનના ઓવલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાના ઘણાં ખેલાડીનું પ્રદર્શન આ સિરીઝમાં બહુ સારું રહ્યું નથી.


ત્યારબાદ ઓવલ ટેસ્ટ આ ખેલાડી માટે તેના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થઈ શકે છે. આ ખેલાડી પર હવે ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાનો ખતરો છે.

કરુણ નાયરને નહીં મળે તક?

કરુણ નાયર 8 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો અને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં તેની પસંદગી થઈ. ત્યારબાદ ફેન્સને આશા હતી કે આ ખેલાડી આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરશે, પરંતુ એવું કંઈ જોવા મળ્યું નહીં.

આ સિરીઝમાં કરુણ નાયરનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. તેને ફક્ત 1 અડધી સદી જ ફટકારી. તે અડધી સદી તેને ઓવલ ટેસ્ટની પહેલી ઈનિંગમાં ફટકારી. આ ખેલાડી બીજી ઈનિંગમાં ફરીથી ફ્લોપ સાબિત થયો.


બીજી ઈનિંગમાં કરુણ નાયર 17 રન બનાવીને આઉટ થયો હતો. આ સિરીઝમાં કરુણ નાયર 8 ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ફક્ત 205 રન બનાવી શક્યા છે અને તેની એવરેજ ફક્ત 25.62 રહી છે. ત્યારબાદ ફરી એકવાર કરુણ નાયર પર ટીમ ઈન્ડિયામાંથી બહાર થવાનું સંકટ છે. ખરાબ પ્રદર્શનને કારણે તેને લોર્ડ્સ ટેસ્ટના પ્લેઈંગ ઈલેવનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો.

ભારતે બીજી ઈનિંગમાં બનાવ્યા 396 રન

ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં બેટિંગ કરતા 396 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગ કરતી વખતે યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 118 રન બનાવ્યા હતા. આ સિવાય આકાશ દીપે 66 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે 53-53 રનની ઈનિંગ રમી હતી.


  • Follow us on: