એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શરૂ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર મોટા સવાલો ઉભા થઈ રહ્યા હતા. સિરીઝના અંત સુધીમાં તેને ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડી તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે.


રવિન્દ્ર જાડેજાએ આ સિરીઝમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે તેને તેના ટ્રોલર્સને યોગ્ય જવાબ આપ્યો છે. કેટલાક ફેન્સ ઈંગ્લેન્ડની ધરતી પર રવિન્દ્ર જાડેજાના રેકોર્ડ પર વિશ્વાસ પણ નહીં કરે.

રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો મોટો રેકોર્ડ

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની વર્તમાન સિરીઝમાં 5 મેચમાં 10 ઈનિંગ રમી છે. આ દરમિયાન તેને 86 ની એવરેજથી 516 રન બનાવ્યા છે. જેમાં તેને 5 અડધી સદી અને 1 સદી પણ ફટકારી છે.


રવિન્દ્ર જાડેજાએ છેલ્લી 5 મેચમાં બેન સ્ટોક્સે છેલ્લી 17 ટેસ્ટ મેચમાં જેટલી અડધી સદી ફટકારી છે તેટલી અડધી સદી ફટકારી છે. રવિન્દ્ર જાડેજા હવે ઈંગ્લેન્ડમાં 6 નંબર અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતા કોઈપણ વિદેશી બેટ્સમેન દ્વારા સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટમાં 1131 રન બનાવ્યા છે. તેને દિગ્ગજ ક્લાઈવ લોયડને પાછળ છોડ્યો છે.

ઈંગ્લેન્ડમાં રવિન્દ્ર જાડેજાએ મચાવી ધૂમ

ઈંગ્લેન્ડની ધરતી પર છઠ્ઠા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતા વિદેશી બેટ્સમેન તરીકે રવિન્દ્ર જાડેજાના નામે હવે 10 અડધી સદી છે. આ સાથે તેને ક્લાઈવ લોયડની 10 અડધી સદીની બરાબરી કરી લીધી છે. ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ફક્ત સચિન તેંડુલકર જ 12 અડધી સદી સાથે રવિન્દ્ર જાડેજાથી આગળ છે. રવિન્દ્ર જાડેજા હવે ટેસ્ટ સિરીઝમાં છઠ્ઠા કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતા સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની ગયો છે. રવિન્દ્ર જાડેજાએ 516 રન બનાવ્યા છે અને રવિન્દ્ર જાડેજાએ વીવીએસ લક્ષ્મણનો રેકોર્ડ તોડ્યો છે.


  • Follow us on: