ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ એવું લાગતું હતું કે એશિયા કપ 2025 કોઈપણ સંજોગોમાં યોજાશે નહીં. પરંતુ સિંગાપોરમાં થયેલી બેઠક બાદ સંગઠન અંગેના સંકટના વાદળો દૂર થયા.


ત્યારબાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટુર્નામેન્ટનું શેડ્યુલ જાહેર કર્યું. પરંતુ મેચ કયા મેદાનમાં યોજાશે તે જણાવવામાં આવ્યું ન હતું. હવે ACCએ પણ આ વાતનો ખુલાસો કર્યો છે.

એશિયા કપ 2025માં 8 ટીમો લેશે ભાગ

એશિયા કપ 2025માં કુલ 8 ટીમો ભાગ લેશે. જેને 4-4ના 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ત્યારબાદ અહીંથી 4 ટીમો સુપર-ફોર માટે ક્વોલિફાય થશે, જ્યારે 4 ટીમો બહાર થઈ જશે.

ત્યારબાદ સુપર-ફોરના પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં રહેલી ટીમો ફાઈનલ મેચ રમશે. ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, યુએઈ, ઓમાન અને હોંગકોંગની ટીમો એશિયા કપ 2025માં ભાગ લેશે.

ભારતીય ક્રિકેટ ટીમ દુબઈના મેદાનમાં પાકિસ્તાન સામે રમશે મેચ

એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરે દુબઈના મેદાન પર યુએઈ સામે પોતાની પહેલી મેચ રમશે. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની મોટી મેચ પણ દુબઈના મેદાન પર રમાશે. ભારત ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ ઓમાન સામે અબુ ધાબીમાં રમશે.


એશિયા કપ 2025નું યજમાન છે ભારત

ભારત એશિયા કપ 2025નું યજમાન છે. પરંતુ તે તટસ્થ સ્થળે આયોજિત થઈ રહ્યું છે. કારણ કે પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત આવી શકતી નથી. બંને દેશો 2027 સુધી કોઈપણ ટુર્નામેન્ટમાં એકબીજાના દેશમાં મેચ રમશે નહીં. એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેની છેલ્લી મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટની મેચો દુબઈ અને અબુ ધાબીના મેદાન પર રમાશે.

એશિયા કપ 2025 શેડ્યુલ

9 સપ્ટેમ્બર: અફઘાનિસ્તાન વિ હોંગકોંગ, અબુ ધાબી

10 સપ્ટેમ્બર: ભારત વિ યુએઈ, દુબઈ

11 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ હોંગકોંગ, અબુ ધાબી

12 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિ ઓમાન, દુબઈ

13 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ શ્રીલંકા, અબુ ધાબી

14 સપ્ટેમ્બર: ભારત વિ પાકિસ્તાન, દુબઈ

15 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ હોંગકોંગ, અબુ ધાબી

15 સપ્ટેમ્બર: યુએઈ વિ ઓમાન, દુબઈ

16 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન, અબુ ધાબી

17 સપ્ટેમ્બર: પાકિસ્તાન વિ યુએઈ, દુબઈ

18 સપ્ટેમ્બર: શ્રીલંકા vs અફઘાનિસ્તાન, અબુ ધાબી

19 સપ્ટેમ્બર: ભારત વિ ઓમાન, અબુ ધાબી

સુપર ફોર શેડ્યુલ

૨૦ સપ્ટેમ્બર B1 વિ B2, દુબઈ

૨૧ સપ્ટેમ્બર A1 વિ A2, દુબઈ

23 સપ્ટેમ્બર A2 વિ B1, અબુ ધાબી

૨૪ સપ્ટેમ્બર A1 વિ B2, દુબઈ

25 સપ્ટેમ્બર: A2 વિ B2, દુબઈ

26 સપ્ટેમ્બર: A1 વિ B1, દુબઈ

ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે દુબઈના મેદાન પર રમાશે.

  • Follow us on: