ભારતના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ધૂમ મચાવી છે. તેને બીજા દિવસે છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી.
આ પછી ત્રીજા દિવસે યશસ્વી જયસ્વાલે પોતાની સંયમિત બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં શાનદાર સદી ફટકારી અને ઈંગ્લેન્ડના બોલરને હેરાન કર્યા છે.
યશસ્વી જયસ્વાલે મચાવી ધૂમ
યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી. આ પછી તેના બેટમાંથી કોઈ સદી જોવા મળી ન હતી. પરંતુ હવે પાંચમી મેચની બીજી ઈનિંગમાં જ્યારે ટીમ ઈન્ડિયાને સૌથી વધુ રન બનાવવાની જરૂર હતી, ત્યારે યશસ્વીએ ફરી એકવાર જવાબદારી સંભાળી.
યશસ્વી જયસ્વાલે શાનદાર સદીની ઈનિંગ રમી. યશસ્વી જયસ્વાલે બીજા દિવસે ઝડપી ગતિએ રન બનાવ્યા, જ્યારે બીજા દિવસે તેને ધીરજપૂર્વક કામ કર્યું. તેને 127 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. આ દરમિયાન તેને 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
આકાશદીપે પણ ફટકારી અડધી સદી
ભારત માટે આકાશદીપે બીજી ઈનિંગમાં પણ અડધી સદી ફટકારી હતી. તેને 94 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેને પોતાની ઈનિંગ દરમિયાન 12 ચોગ્ગા પણ ફટકાર્યા હતા. યશસ્વી જયસ્વાલ સિવાય ભારતનો કોઈ પણ બેટ્સમેન અત્યાર સુધી ખાસ પ્રભાવ પાડી શક્યો નથી. કેએલ રાહુલે 7, સાઈ સુદર્શને 11 અને શુભમન ગિલે પણ 11 રન બનાવ્યા હતા.
અત્યાર સુધીમાં યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે 10 ઈનિંગમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. તેની છેલ્લી 9 ઈનિંગ વિશે વાત કરીએ તો લેફ્ટ હેન્ડ બેટ્સમેને 101, 4, 87, 28, 13, 0, 58 અને 0 રન બનાવ્યા છે.