યશસ્વી જયસ્વાલની સદી અને આકાશદીપના 66 રન, રવિન્દ્ર જાડેજાના 53 રન અને વોશિંગ્ટન સુંદર 53 રનની મજબૂત અડધી સદીઓની મદદથી ભારતીય ટીમે પાંચમી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ માટે 374 રનનો ટાર્ગેટ રાખ્યો છે.
પહેલી ઈનિંગમાં 23 રનથી પાછળ રહ્યા બાદ ટીમ ઈન્ડિયાએ કેનિંગ્ટન ઓવલમાં રમાઈ રહેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટની બીજી ઈનિંગમાં 396 રન બનાવ્યા.
જોશ ટંગે લીધી 5 વિકેટ
ભારતીય ટીમ તેની પહેલી ઈનિંગમાં ફક્ત 224 રન જ બનાવી શકી હતી. આ પછી ઈંગ્લેન્ડે 247 રન બનાવ્યા હતા અને હવે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 396 રન બનાવ્યા છે. આ રીતે ઈંગ્લેન્ડ સામે જીત માટે 396 રનનો ટાર્ગેટ છે. ઈંગ્લેન્ડ માટે જોશ ટંગે 125 રન આપીને 5 વિકેટ લીધી. આ સિવાય ગુસ એટકિન્સને 123 રન આપીને 3 વિકેટ લીધી. જેમી ઓવરટનને 2 વિકેટ લીધી. તમને જણાવી દઈએ કે ક્રિસ વોક્સ આ ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયો છે. તે પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા આવી શક્યો ન હતો અને ક્રિસ વોક્સે બીજી ઈનિંગમાં બોલિંગ કરી ન હતી.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત
ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગમાં શરૂઆત સારી રહી ન હતી. ઓપનર કેએલ રાહુલ 07 અને સાઈ સુદર્શન 11 રન બનાવીને આઉટ થયા. એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર મોટો સ્કોર બનાવી શકશે નહીં, પરંતુ પછી યશસ્વી જયસ્વાલ અને આકાશદીપે ધૂમ મચાવી. બંનેએ ત્રીજી વિકેટ માટે 107 રનની પાર્ટનરશીપ કરી.
આકાશદીપે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી. નાઈટવોચમેન તરીકે મેદાનમાં ઉતરેલા આકાશદીપે 94 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. યશસ્વી જયસ્વાલે સિરીઝની પોતાની બીજી અડધી સદી ફટકારી. તે 164 બોલમાં 118 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન તેને બેટમાંથી 14 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.
આ પછી શુભમન ગિલ 11 રન બનાવીને આઉટ થયો અને કરુણ નાયર 17 રન બનાવીને આઉટ થયો. ભારતે 229 રન પર 5 વિકેટ ગુમાવી દીધી. આ પછી રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી. તેને 77 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. ધ્રુવ જુરેલે 46 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યા.
વોશિંગ્ટન સુંદરે મચાવી ધૂમ
જ્યારે ભારતે 357 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે વોશિંગ્ટન સુંદરે આક્રમક રમત રમી. તેને 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. વોશિંગ્ટન સુંદરે માત્ર 46 બોલમાં 53 રનની ઈનિંગ રમી. જ્યારે મોહમ્મદ સિરાજ 0 રન બનાવીને આઉટ થયો. પ્રસિદ્ધ કૃષ્ણા શૂન્ય રન પર અણનમ રહ્યો.