ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ત્રણેય બેટ્સમેન શુભમન ગિલ, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ભારત માટે 500 થી વધુ રન બનાવ્યા છે.
આ કોઈ પણ ટેસ્ટ સિરીઝમાં પહેલી વાર છે જ્યારે ત્રણ બેટ્સમેનોએ ભારત માટે 500થી વધુ રન બનાવ્યા હોય. આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. હવે શુભમન ગિલ, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાના કારણે આ ચમત્કાર શક્ય બન્યો છે.
શુભમન ગિલે મચાવી ધૂમ
શુભમન ગિલે ભલે પાંચમી ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન ન કર્યું હોય, પરંતુ તેને સિરીઝની પહેલી ચાર ટેસ્ટ મેચોમાં પોતાના બેટની તાકાત બતાવી. તેના કારણે જ ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટ મેચ જીતી શકી. તેને તે ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં 269 રન અને બીજી ઈનિંગમાં 161 રન બનાવ્યા. તેને ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની 5 મેચમાં કુલ 754 રન બનાવ્યા અને 4 શાનદાર સદી ફટકારી.
કેએલ રાહુલની શાનદાર બેટિંગ
ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં કેએલ રાહુલ બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેને 5 મેચમાં કુલ 532 રન બનાવ્યા અને 2 સદી ફટકારી. કેએલ રાહુલે મહત્વપૂર્ણ પ્રસંગોએ સંયમ સાથે બેટિંગ કરી અને કોઈ ઉતાવળ બતાવી નહીં. તેની શાનદાર ટેકનિક સામે ઈંગ્લેન્ડના બોલરો સંઘર્ષ કરતા જોવા મળ્યા.
રવિન્દ્ર જાડેજાએ ફટકારી સદી
નીચલા ક્રમમાં બેટિંગ કરનારા રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની 5 મેચમાં કુલ 516 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેને એક સદી ફટકારી છે. તેને ચોથી ટેસ્ટ મેચમાં આ સદી ફટકારી હતી અને તેના કારણે જ ટીમ ચોથી મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી.
ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓ
શુભમન ગિલ - 754 રન
કેએલ રાહુલ - 532 રન
રવિન્દ્ર જાડેજા - 516 રન
રિષભ પંત - 479 રન