સુપરસ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025 ની છેલ્લી મેચમાં રમી રહ્યો નથી. ફિટનેસ અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે જસપ્રીત બુમરાહ ત્રણેય ફોર્મેટમાં સતત રમતા જોવા મળતો નથી.
ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 રમવાનું છે. મીડિયા રિપોર્ટ મુજબ જસપ્રીત બુમરાહ માટે આ ટુર્નામેન્ટમાં રમવું મુશ્કેલ લાગે છે. લાંબા વિરામ પછી જસપ્રીત આ સિરીઝથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.
જસપ્રીત બુમરાહ નહીં રમે એશિયા કપ 2025?
મીડિયા રિપોર્ટ મુજબ જસપ્રીત બુમરાહ એશિયા કપ 2025 ચૂકી શકે છે. જસપ્રીત બુમરાહ T20 વર્લ્ડકપ 2024ની અંતિમ મેચ પછી આ ફોર્મેટમાં કોઈ મેચ રમ્યો નથી. જસપ્રીત બુમરાહ તેની ફિટનેસને કારણે ખૂબ ઓછી મેચ રમતો જોવા મળે છે. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટ જસપ્રીત બુમરાહનો ઉપયોગ ફક્ત મોટી ટુર્નામેન્ટ અને મહત્વપૂર્ણ સિરીઝમાં કરવા માગે છે.
જો બુમરાહ એશિયા કપ રમવાનું ચૂકી જાય છે, તો યુવા ફાસ્ટ બોલરોને રમવાની તક મળશે. ફાસ્ટ બોલરોની વાત કરીએ તો હાલમાં T20 ટીમમાં ફક્ત અર્શદીપ સિંહનું જ સ્થાન નિશ્ચિત છે. તેના સિવાય અન્ય બોલરો ટીમમાં અંદર-બહાર થાય છે.
જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં ફરી શકે છે પરત
ટીમ ઈન્ડિયા ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 2 મેચની ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ જસપ્રીત બુમરાહ આ સિરીઝ સાથે મેદાનમાં પરત ફરશે. ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પણ ટીમનો ભાગ રહેશે. જસપ્રીત બુમરાહ 2026 ના T20 વર્લ્ડકપ પહેલા એક T20 સિરીઝ રમશે. ત્યારબાદ તે આ ICC ટુર્નામેન્ટનો ભાગ બનશે. ફોર્મની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ હાલમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.