ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ મેદાન પર એક મહત્વપૂર્ણ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા સેશનમાં જ ટીમ ઈન્ડિયાએ તેના બંને ઓપનર યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી છે. સાઈ સુદર્શન અને શુભમન ગિલ ટીમની ઈનિંગ્સ સુધારવામાં બિઝી છે.


ઈંગ્લિશ ફાસ્ટ બોલરો ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર આગની જેમ વાયરલ થઈ રહી છે. આ તસવીર જોયા પછી ટીમ ઈન્ડિયાના ફેન્સ ખૂબ ગુસ્સે ભરાયા છે. ફેન્સનું કહેવું છે કે મેદાન પરના અમ્પાયર કુમાર ધર્મસેનાએ ટીમ ઈન્ડિયા સાથે છેતરપિંડી કરી અને ઈંગ્લેન્ડનો DRS બચાવ્યો.

ટીમ ઈન્ડિયા સાથે થયો દગો

આ ઘટના ભારતીય ઈનિંગની 13મી ઓવરમાં બની હતી. જોશ ટંગનો ઈનસ્વિંગર બોલ સીધો સાઈ સુદર્શનના પગમાં વાગ્યો. બોલ એટલો અદ્ભુત હતો કે સાઈ સુદર્શન પોતાનું સંતુલન સંપૂર્ણપણે ગુમાવી બેઠો અને નીચે પડી ગયો. જોશ ટંગ સહિત આખી ઈંગ્લિશ ટીમે જોરદાર અપીલ કરી, પરંતુ અમ્પાયરે સાઈ સુદર્શનને નોટ આઉટ જાહેર કર્યો. અમ્પાયર કુમાર ધર્મસેનાનો આ નિર્ણય આપતો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ફેન્સના મતે આ તસવીરમાં કુમાર ધર્મસેના ઈંગ્લેન્ડના ખેલાડીઓને કહેતો જોવા મળે છે કે બોલ સુદર્શનના બેટ પર વાગ્યો છે, તેના પેડ પર નહીં. ફેન્સ કહે છે કે કુમાર ધર્મસેનાના કારણે ઈંગ્લેન્ડની ટીમે DRS બચાવ્યો. તેનો અર્થ એ કે અમ્પાયરે, અજાણતાં, ઈંગ્લેન્ડ ટીમને મદદ કરી.


યશસ્વી-રાહુલ જલ્દી પેવેલિયન પરત ફર્યા

ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી. યશસ્વી જયસ્વાલ 9 બોલનો સામનો કરીને અને માત્ર 2 રન બનાવીને આઉટ થયો. કેએલ રાહુલે કેટલાક સારા શોટ રમ્યા, પરંતુ તે 14 રન બનાવીને ક્રિસ વોક્સના બોલ પર આઉટ થયો.

ભારતીય ટીમે પાંચમી ટેસ્ટ માટે તેની પ્લેઈંગ 11 માં ચાર મોટા ફેરફારો કર્યા છે. જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલને વિકેટકીપર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. કરુણ નાયર ફરીથી ટીમમાં પરત ફર્યા છે.

  • Follow us on: