ટીમ ઈન્ડિયાનો યુવા કેપ્ટન શુભમન ગિલ બેટથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, પરંતુ તેને નસીબનો સાથ નથી મળ્યો. જેના કારણે તે હજુ સુધી પોતાની પસંદગી મુજબ નિર્ણય લઈ શક્યો નથી. કેનિંગ્ટન ઓવલ લંડનના મેદાન પર શુભમન ગિલના નામે એક શરમજનક રેકોર્ડ જોડાયો છે.
શુભમન ગિલ મેચમાં સતત મોટી તકો ગુમાવી રહ્યો છે. શુભમન ગિલ પહેલા સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્માએ પણ આ અનિચ્છનીય રેકોર્ડમાં ફાળો આપ્યો છે.
શુભમન ગિલના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ સતત પાંચમી ટેસ્ટ મેચમાં ટોસ હારી ગયો છે. આ સાથે ટીમ ઈન્ડિયા ઈન્ટરનેશનલ મેચોમાં સતત 15મી વખત ટોસ હારી છે, જે ખૂબ જ શરમજનક રેકોર્ડ છે. આ સિવાય ક્રિકેટ ઈતિહાસમાં આ 14મી વખત છે જ્યારે કોઈ ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝમાં બધા ટોસ હારી ગઈ છે.
છેલ્લા 25 વર્ષમાં આવું ફક્ત એક જ વાર બન્યું છે. આ સિદ્ધિ 2018માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝમાં પણ પ્રાપ્ત થઈ હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા 13 વખત જ્યારે પણ આ સિદ્ધિ હાંસલ થઈ છે, ત્યારે કોઈ પણ ટીમ ફક્ત 1 સિરીઝમાં જ જીતી શકી છે. આ સિદ્ધિ ઈંગ્લેન્ડની ટીમે 1953 ની એશિઝ સિરીઝમાં મેળવી હતી.
ઓલી પોપ પહેલીવાર જીત્યો ટોસ
બેન સ્ટોક્સની જગ્યાએ ઈંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ કરી રહેલા ઓલી પોપે આ પહેલા કેપ્ટન તરીકે કુલ 4 ટેસ્ટ રમી હતી. ઓલી પોપ તે બધી મેચોમાં ટોસ હારી ગયો હતો. તેને આ મેચમાં ટોસ જીત્યો છે. ટેસ્ટ કેપ્ટન તરીકે તેને પહેલી વખત ટોસ જીત્યો છે. કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાયેલી છેલ્લી 7 ટેસ્ટ મેચમાં ટોસ જીતનાર ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય જો આપણે કાઉન્ટીની વાત કરીએ, તો આ મેદાન પર ટોસ જીતનાર ટીમ છેલ્લી 22 મેચોથી પહેલા બોલિંગ કરી રહી છે.