ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 31 જુલાઈથી લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત આ મેચમાં રમશે નહીં. કારણ કે તે ઈજાને કારણે પાંચમી ટેસ્ટમાંથી બહાર છે.
પાંચમી ટેસ્ટ મેચ પહેલા ગૌતમ ગંભીરે સ્પષ્ટ કરી દીધું છે કે રિષભ પંતની જગ્યાએ કયા વિકેટકીપરને તક મળશે. ગૌતમ ગંભીરે પાંચમી ટેસ્ટ પહેલા આ ખેલાડી માટે સારા સમાચાર આપ્યા છે.
રિષભ પંતની જગ્યાએ આ ખેલાડીને મળશે તક!
ચોથી ટેસ્ટ મેચના પહેલા દિવસે 68મી ઓવર દરમિયાન રિષભ પંત ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ શોટ મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ બોલ તેના પગમાં વાગે છે અને તે ઈજાગ્રસ્ત થાય છે. રિષભ પંતને તાત્કાલિક મેદાન છોડીને હોસ્પિટલ જવું પડે છે. તે બીજા દિવસે બેટિંગ કરવા માટે આવે છે અને અડધી સદી પણ ફટકારે છે. પરંતુ તેના પગમાં ગંભીર ઈજા છે, જેના કારણે તે પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. આ પરિસ્થિતિમાં હવે ગૌતમ ગંભીરે તેના સ્થાને પાંચમી મેચની પ્લેઈંગ ઈલેવનમાં ધ્રુવ જુરેલને તક આપવાની વાત કહી છે.
ગૌતમ ગંભીરે કહી આ વાત
ધ્રુવ જુરેલના બાળપણના કોચ પરવેન્દ્ર યાદવે મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગૌતમ ગંભીરે તેને પાંચમી ટેસ્ટ માટે તૈયાર રહેવા કહ્યું છે. પરવેન્દ્રએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર છે કે રિષભ પંત ટીમમાં નથી. ધ્રુવ જુરેલનું સિરીઝમાં વિકેટકીપિંગમાં પહેલેથી જ પરિક્ષણ થઈ ચૂક્યું છે અને તેને મૂલ્યવાન રન પણ બચાવ્યા છે, તેથી ધ્રુવ જુરેલ માટે આ એક સારી તક હશે. ગૌતમ ગંભીરે તેની સાથે વાત કરી છે અને તેની વિકેટકીપિંગથી પ્રભાવિત થયો છે. ગૌતમ ગંભીરે તેને કહ્યું કે 'તમને તક મળશે, તૈયાર રહેજો.'
આ વિકેટકીપરને રિષભ પંતના સ્થાને ટીમમાં મળી જગ્યા
એન જગદીસનને પણ ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે તક મળી છે. પરંતુ તેના રમવાની શક્યતા ઓછી છે. કારણ કે ધ્રુવ જુરેલ ભારત માટે ટેસ્ટ રમી ચૂક્યો છે. આ સિવાય તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર રિષભ પંતની જગ્યાએ ઘણી વખત વિકેટકીપિંગ કરતો જોવા મળ્યો છે. તેને પોતાની બેટિંગથી પણ ફેન્સને ઈમ્પ્રેસ કર્યા છે, જ્યારે એન જગદીસનને પહેલીવાર ભારતીય ટીમમાં તક મળી છે.