ICC લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે. રિષભ પંતે ચોથી ટેસ્ટમાં ઈજાગ્રસ્ત હોવા છતાં પહેલી ઈનિંગમાં અડધી સદી ફટકારી હતી. ICC રેન્કિંગમાં તેને એક સ્થાનનો ફાયદો થયો છે
ચોથી ટેસ્ટની પહેલી ઈનિંગમાં ફિફ્ટી ફટકારવા છતાં, યશસ્વી જયસ્વાલને ત્રણ સ્થાન ગુમાવવા પડ્યા છે. માન્ચેસ્ટરમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલ 9મા ક્રમે યથાવત છે. ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનું શાસન યથાવત છે.
રિષભ પંત મચાવી ધૂમ
ચોથી ટેસ્ટ મેચમાં ઈજાગ્રસ્ત હોવા છતાં અડધી સદી ફટકારનાર રિષભ પંતને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. રિષભ પંત હવે બેટિંગ રેન્કિંગમાં 8મા સ્થાનથી ઉપર આવીને 7મા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝમાં રિષભ પંતના બેટે ધૂમ મચાવી છે.
રિષભ પંતે 4 મેચની 7 ઈનિંગમાં 68 ની એવરેજથી 479 રન બનાવ્યા છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેનએ આ સિરીઝમાં 2 સદી અને 3 અડધી સદી ફટકારી છે. માન્ચેસ્ટરમાં બેટિંગ કરતી વખતે રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો અને તે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો ન હતો.
યશસ્વી જયસ્વાલને થયું નુકસાન
ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટની પહેલી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે અડધી સદી ફટકારી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના જ તે પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જયસ્વાલને ICC રેન્કિંગમાં ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. યશસ્વી હવે આઠમા નંબરે આવી ગયો છે. ચોથી ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતીય કેપ્ટન શુભમન ગિલ પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. શુભમન ગિલ નવમા નંબરે યથાવત છે.
જો રૂટનું ટેસ્ટ ક્રિકેટમાં વર્ચસ્વ
ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટનું વર્ચસ્વ ચાલી રહ્યું છે. જો રૂટ વિશ્વના નંબર વન ટેસ્ટ બેટ્સમેન તરીકે નંબર 1 પર યથાવત છે. જો રૂટે માન્ચેસ્ટરમાં 150 રનની શાનદાર ઈનિંગ રમી હતી. લોર્ડ્સમાં પણ તેના બેટે ધૂમ મચાવી હતી.