ICC લેટેસ્ટ T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન ટ્રેવિસ હેડનું શાસન પૂરું થઈ ગયું છે. 24 વર્ષના ભારતીય બેટ્સમેને ટ્રેવિસ હેડ પાસેથી નંબર વન બેટ્સમેનનો તાજ છીનવી લીધો છે.
તમને જણાવી દઈએ કે આ બેટ્સમેન અભિષેક શર્મા છે. ભારત માટે અત્યાર સુધી ફક્ત 17 T20 મેચ રમનાર અભિષેક વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની ગયો છે. અભિષેક શર્માને ક્રિકેટનું સૌથી નાનું ફોર્મેટ ખૂબ ગમે છે. તેને અત્યાર સુધીમાં 16 ઈનિંગમાં 193ના સ્ટ્રાઈક રેટથી 535 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે.
નંબર 1 T20 બેટ્સમેન બન્યો અભિષેક શર્મા
T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં મોટો ફેરફાર થયો છે. 24 વર્ષના યુવા બેટ્સમેન અભિષેક શર્મા ફાસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. અભિષેક શર્માએ ટ્રેવિસ હેડ પાસેથી નંબર વનનું સ્થાન છીનવી લીધું છે.
અભિષેક શર્મા ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી કુલ 17 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેને 193ના સ્ટ્રાઈક રેટથી રમતા 535 રન બનાવ્યા છે. અભિષેક શર્માએ વર્ષ 2024 માં ઝિમ્બાબ્વે સામે T20 ડેબ્યૂ કર્યું હતું. અભિષેક શર્મા ફક્ત 16 ઈનિંગમાં 2 સદી ફટકારી છે. અભિષેક શર્માએ અત્યાર સુધીમાં 829 રેટિંગ પોઈન્ટ મેળવ્યા છે.
ટ્રેવિસ હેડે નંબર વનનું સ્થાન ગુમાવ્યું
ટ્રેવિસ હેડે નંબર વનનો તાજ ગુમાવ્યો છે. ટ્રેવિસ હેડ હવે બીજા નંબર પર સરકી ગયો છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનના હવે 814 રેટિંગ પોઈન્ટ છે. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન તિલક વર્મા નંબર ત્રણ પર યથાવત છે, જ્યારે ફિલ સોલ્ટ ચોથા નંબર પર છે. જોસ બટલર 772 રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા નંબર પર છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ છઠ્ઠા નંબરે છે. યશસ્વી જયસ્વાલને 2 સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. યશસ્વી હવે 11મા સ્થાને આવી ગયો છે.