વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટ પર રાજ કર્યું. તે સમયે ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં ઘણા દિગ્ગજોનો સમાવેશ થતો હતો. જેમને ભારતીય ક્રિકેટની દિશા બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ભારતીય ટીમના ભૂતપૂર્વ બોલિંગ કોચ હવે ચેન્નાઈ સુપર કિંગ્સમાં એન્ટ્રી કરી શકે છે. IPL 2026માં આ દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોની સાથે કામ કરતા જોઈ શકાય છે. બંને દિગ્ગજો સાથે મળીને CSK ટીમનું નસીબ બદલવાનો બેસ્ટ પ્રયાસ કરશે.
ભૂતપૂર્વ ભારતીય બોલિંગ કોચ ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાશે
લાંબા સમયથી ભારતીય ટીમના બોલિંગ કોચ રહેલા ભરત અરુણની દરેક વ્યક્તિ વખાણ કરે છે. તેમના કોચિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગઈ સીઝનમાં ભરત અરુણ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે કામ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ ભરત અરુણ આઈપીએલ 2026 માટે ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાઈ શકે છે.
લાંબા સમયથી મહેન્દ્ર સિંહ ધોની સાથે કામ કરી ચૂકેલા ભરત અરુણ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનું નસીબ બદલવા માગશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં ઘણા યુવા બોલરો છે. આ પરિસ્થિતિમાં ભરત અરુણનો અનુભવ ટીમ માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.
CSKની છેલ્લી સીઝન રહી હતી ખરાબ
મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ IPL 2025માં ખૂબ જ ખરાબ રમી હતી. જેના કારણે ટીમ પોઈન્ટ ટેબલમાં 10માં ક્રમે રહી હતી. 5 વખત IPL ટ્રોફી જીતી ચૂકેલી CSK માટે આ સૌથી ખરાબ સીઝન રહી છે. આ પરિસ્થિતિમાં જો ભરત અરુણ ટીમમાં જોડાય છે, તો તેમના પર ઘણું દબાણ રહેશે. IPL 2026ના ઓક્શન પહેલા CSK ટીમ તેના કોચિંગ સ્ટાફમાં પણ કેટલાક વધુ ફેરફારો કરી શકે છે.