કોલકાતા નાઈટ રાઈડર્સ ફેન્સ માટે ખરાબ સમાચાર આવ્યા છે. વર્ષ 2024માં પોતાની કેપ્ટનશીપમાં ટીમને ચેમ્પિયન બનાવનાર કોચ ચંદ્રકાંત પંડિતે KKR થી અલગ થઈ ગયા છે. કોલકાતા ટીમે તેના એક્સ એકાઉન્ટ પર ચંદ્રકાંત પંડિત માટે એક પોસ્ટ લખીને આ માહિતી આપી છે.


IPL 2025માં KKRનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપ હેઠળ રમતી કોલકાતાની ટીમ 14 માંથી ફક્ત 5 મેચમાં જ જીતનો સ્વાદ ચાખી શકી, જ્યારે ટીમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો.

ચંદ્રકાંત પંડિતે KKR છોડ્યું

IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સના ફ્લોપ શો બાદ ટીમના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતે KKR છોડી દીધું છે. કોલકાતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને આ જાણકારી આપી છે.


કોલકાતાએ લખ્યું છે કે "શ્રી ચંદ્રકાંત પંડિતે નક્કી કર્યું છે કે તેઓ નવી તકો શોધવા માગે છે. આ કારણે તેઓ હવે KKRના મુખ્ય કોચ રહેશે નહીં. અમે તેમના અજોડ યોગદાન માટે હંમેશા આભારી રહીશું. તેમના નેતૃત્વ હેઠળ KKRએ 2024માં IPL ટાઈટલ જીત્યું. તેમને એક મજબૂત ટીમ બનાવવામાં ઘણી મદદ કરી. તેમના નેતૃત્વ અને શિસ્તનો ટીમ પર લાંબા ગાળાનો પ્રભાવ પડશે. અમે તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવીએ છીએ."

આ સિઝનમાં રહ્યું નિરાશાજનક પ્રદર્શન

IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. અજિંક્ય રહાણેના નેતૃત્વ હેઠળ KKR 14 માંથી ફક્ત 5 મેચ જીતી શક્યું, જ્યારે ટીમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. KKR પ્લેઓફ ટિકિટ મેળવવામાં પણ નિષ્ફળ રહ્યું અને ટીમે ટુર્નામેન્ટ આઠમા સ્થાને સમાપ્ત કરી.


  • Follow us on: