એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની ત્રીજી અને ચોથી મેચમાં બંને ટીમો વચ્ચે મેદાન પર ઘણી વખત જોરદાર દલીલો જોવા મળી છે. આ ચર્ચા મેદાનની બહાર પણ થઈ રહી છે. કેનિંગ્ટન ઓવલમાં રમાનારી છેલ્લી ટેસ્ટ ટીમ મેચ પહેલા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને કેનિંગ્ટન ઓવલના પીચ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે જોરદાર દલીલ થઈ છે.


આ વિવાદ વિશે ઘણી અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. હવે ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાશુ કોટકે આ વિવાદ વિશે મોટો ખુલાસો કર્યો છે.

સીતાશુ કોટકે સમજાવ્યું કે ચર્ચા કેમ થઈ

કેનિંગ્ટન ઓવલમાં ભારતીય ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને કેનિંગ્ટન ઓવલના પીચ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે દલીલ થઈ હતી. પ્રેસ કોન્ફરન્સમાં આ વિશે વાત કરતા ભારતીય બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું કે 'જ્યારે અમે વિકેટ જોઈ રહ્યા હતા, ત્યારે તેમને એક માણસને મેસેજ મોકલવા માટે મોકલ્યો કે આપણે પીચથી 2.5 મીટર દૂર રહેવું જોઈએ.


અમે જોગર્સ પહેર્યા હતા. અમે જાણીએ છીએ કે ક્યુરેટર ગ્રાઉન્ડ વિશે ખૂબ જ પઝેસિવ છે. તેમને (મુખ્ય ગ્રાઉન્ડ્સમેન) હેડ કોચ વિશે જે કહ્યું તે તેમનો અભિપ્રાય છે અને હું તેના પર કોમેન્ટ કરવા માગતો નથી. અમે કંઈ ખોટું કર્યું નથી.'

સીતાશુ કોટકે લી ફોર્ટિસ વિશે કહી આ વાત

બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ વિવાદ પર આગળ કહ્યું કે 'ભારતીય કોચિંગ સ્ટાફ અત્યંત કુશળ અને બુદ્ધિશાળી છે. કોઈ પણ બોલરે સ્પાઈક્સ પણ પહેર્યા ન હતા. તમે સ્ક્વેરને સુરક્ષિત કરી શકો છો, પરંતુ ઘમંડી નહીં. તે કોઈ પ્રાચીન વસ્તુ નથી જેને તમે સ્પર્શ ન કરી શકો. તેમને કહ્યું કે અમે ઘાસ ઉગાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ અમે જોગર્સ પહેર્યા હતા, તેથી અમને કોઈ સમસ્યા જોવા મળી નહીં. જ્યારે ભારતીય સપોર્ટ સ્ટાફ બરફનો ડબ્બો લઈ જઈ રહ્યા હતા, જેનું વજન માંડ 10 કિલો હતું, ત્યારે તેમને બૂમ પાડી. તેમની વાત કરવાની રીત થોડી ઘમંડી હતી. બધા જાણે છે કે ઓવલના ક્યુરેટર સાથે વ્યવહાર કરવો સરળ નથી.'

ચોથી ટેસ્ટ મેચ રહી ડ્રો

માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ચોથી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે શાનદાર બેટિંગ કરી અને 203 રનની શાનદાર પાર્ટનરશીપ કરી, જેનાથી ટીમ ઈન્ડિયાની હાર ટળી. ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડ ટીમના બોલરો ફક્ત 2 વિકેટ જ લઈ શક્યા. શુભમન ગિલ અને કેએલ રાહુલે પણ શાનદાર બેટિંગ કરી. કેએલ રાહુલે 90 રનનું યોગદાન આપ્યું, જ્યારે શુભમન ગિલે સદી ફટકારી.

  • Follow us on: