ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને પીચ ક્યુરેટર વચ્ચે ઓવલ ગ્રાઉન્ડ પર જોરદાર બોલાચાલી થઈ. ગંભીર અને ગ્રાઉન્ડના પીચ ક્યુરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, ત્યારબાદ ક્યુરેટરે ગંભીર સામે ફરિયાદ કરવાની ધમકી પણ આપી.


બંને વચ્ચે વધતા તણાવને કારણે બાકીના સ્ટાફ સભ્યોએ વચ્ચે પડવું પડ્યું. સિરીઝની પાંચમી ટેસ્ટ મેચ 31 જુલાઈથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ઈંગ્લેન્ડ હાલમાં સિરીઝમાં 2-1થી આગળ છે. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર સદીઓને કારણે ટીમ ઈન્ડિયા ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહી.

ગંભીર અને પિચ ક્યુરેટર વચ્ચે થયો ઝઘડો

ઓવલ ગ્રાઉન્ડ પર પાંચમી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરનો પીચ ક્યુરેટર સાથે જોરદાર ઝઘડો થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ કોચ ટીમને આપવામાં આવતી સુવિધાઓથી ખૂબ જ નાખુશ હતા. આ પછી ગંભીર બૂમો પાડતો અને મેદાન પર ગ્રાઉન્ડ સ્ટાફ સામે આંગળી કરતો જોવા મળ્યો.


ગ્રાઉન્ડ સ્ટાફે ગૌતમ ગંભીર સામે ફરિયાદ નોંધાવવાની આપી ધમકી

ગૌતમ ગંભીરે ગ્રાઉન્ડ સ્ટાફને કહ્યું કે "તમે અમને શું કરવું તે કહેશો નહીં." આ પછી ગંભીર અને પીચ ક્યુરેટર વચ્ચે જોરદાર બોલાચાલી થઈ અને ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ અને અન્ય સ્ટાફ સભ્યોએ બંનેને અલગ કરી દીધા.

મીડિયા રિપોર્ટ મુજબ પીચના ગ્રાઉન્ડ સ્ટાફે ગૌતમ ગંભીર સામે ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપી હતી. આના જવાબમાં ગંભીરે કહ્યું કે તમે જેને ઈચ્છો ત્યાં જઈને ફરિયાદ કરી શકો છો, પરંતુ તમારે અમને શું કરવું અને શું ન કરવું તે ન કહો.

ચોથી ટેસ્ટ મેચ રહી ડ્રો

માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ચોથી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે શાનદાર બેટિંગ કરી અને 203 રનની શાનદાર પાર્ટનરશીપ કરી, જેનાથી ટીમ ઈન્ડિયાની હાર ટળી. ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડ ટીમના બોલરો ફક્ત 2 વિકેટ જ લઈ શક્યા. શુભમન ગિલ અને કેએલ રાહુલે પણ શાનદાર બેટિંગ કરી. કેએલ રાહુલે 90 રનનું યોગદાન આપ્યું, જ્યારે શુભમન ગિલે સદી ફટકારી.


  • Follow us on: