ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાના જુસ્સાથી ઈંગ્લેન્ડની ટીમનો પરાજય થયો. ભારતીય ટીમે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે લગભગ પાંચ સેશન સુધી બેટિંગ કરીને હાર ટાળી.


આ ડ્રો ટીમ ઈન્ડિયા માટે જીત કરતાં પણ મોટી માનવામાં આવી રહી છે. પહેલી ઈનિંગના આધારે ઈંગ્લેન્ડ પાસે 311 રનની લીડ હતી. બેન સ્ટોક્સની સેનાને પણ લાગ્યું કે આ ટેસ્ટ મેચમાં તેમની જીત નિશ્ચિત છે.

પરંતુ શુભમન ગિલ અને કેએલ રાહુલની ઈનિંગે ભારતીય ટીમ માટે આશાનો એક નવો પાયો નાખ્યો. આ પછી સુંદર-જાડેજા ક્રીઝ પર મજબૂતીથી ઉભા રહ્યા. જીત ગુમાવ્યા બાદ ઈંગ્લિશ ટીમના ખેલાડીઓ મેદાન પર ખૂબ જ હેરાન જોવા મળ્યા હતા. બેન સ્ટોક્સ અને તેની ટીમે એકલા રવિન્દ્ર જાડેજા પર મેચ જલ્દી ડ્રો કરવા માટે પ્રેશર કરતા જોવા મળ્યા.

રવિન્દ્ર જાડેજા પર વધ્યું દબાણ

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઈંગ્લિશ ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા પર મેચને ટૂંક સમયમાં ડ્રોમાં સમાપ્ત કરવા માટે દબાણ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં ઈંગ્લિશ ખેલાડીઓ હાથ મિલાવીને રવિન્દ્ર જાડેજાને મેચ સમાપ્ત કરવાનું કહેતા જોવા મળે છે. પરંતુ તેના જવાબમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે તે આમાં કંઈ કરી શકતો નથી. પરંતુ તેમ છતાં ઈંગ્લિશ ખેલાડીઓ સતત રવિન્દ્ર જાડેજાને ટોણો મારતા જોવા મળ્યા. બેન ડકેટે રવિન્દ્ર જાડેજાને પૂછ્યું કે તેને કેટલો સમય જોઈએ છે, શું તેને વધુ એક કલાક જોઈએ છે? આના જવાબમાં રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે જુઓ, હું એમ ન કહી શકું કે હું હવે નહીં રમું.


ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ પોતે રવિન્દ્ર જાડેજા પર દબાણ કરતો જોવા મળ્યો હતો. તેને રવિન્દ્ર જાડેજાને પૂછ્યું કે શું તે હેરી બ્રુક સામે ટેસ્ટ સદી ફટકારવા માગે છે? બેન સ્ટોક્સે આગળ કહ્યું કે રવિન્દ્ર જાડેજાએ હાથ મિલાવીને મેચનો અંત લાવવો જોઈએ. આના પર રવિન્દ્ર જાડેજાએ પોતાનો જવાબ ફરીથી આપ્યો કે તે આમાં કંઈ કરી શકતો નથી. પરંતુ જેક ક્રાઉલીએ રવિન્દ્ર જાડેજાને કહ્યું કે તમે તે કરી શકો છો. તમે ફક્ત હાથ મિલાવીને મેચ સમાપ્ત કરી શકો છો.

રવિન્દ્ર જાડેજાએ અને વોશિંગ્ટન સુંદરે ફટકારી સદી

જ્યારે શુભમન ગિલ 222 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યો, ત્યારે એક પળ માટે એવું લાગ્યું કે ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી જશે. પરંતુ આ પછી રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બાજી સંભાળી અને પાંચમી વિકેટ માટે 203 રનની પાર્ટનરશીપ કરી. વોશિંગ્ટન સુંદરે પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી અને 101 રન બનાવીને અણનમ રહ્યો. રવિન્દ્ર જાડેજાએ 107 રનની શાનદાર ઈનિંગ રમી. કેપ્ટન ગિલે 103 રન બનાવ્યા, જ્યારે કેએલ રાહુલે 90 રનની શાનદાર ઈનિંગ રમી.


  • Follow us on: